Last Modified: બ્રાજીલિયા , શનિવાર, 17 એપ્રિલ 2010 (10:52 IST)
ઈરાન પર પ્રતિબંધનો ભારતે કર્યો વિરોધ
'બ્રિક' અને 'ઈબ્સા'એ શિખર બેઠકોમાં પશ્ચિમી દેશો દ્વારા ઈરાન પર તાજેતરમાં લગાવેલ પ્રતિબંધનો ભારતે વિરોધ કર્યો છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શર્માએ શનિવારે સંવાદદાતાઓને કહ્યુ કે આ શિખર બેઠકોમાં ઈરાન મુદ્દા પર ચર્ચા થઈ જેમા પ્રધાનમંત્રીએ પ્રતિબંધ લગાડવાની કોઈ પણ કાર્યવાહીનો વિરોધ કર્યો છે અને વાતચીત દ્વારા મુદ્દો હલ કરવાની વકાલત કરી છે.
બ્રાઝીલ, રૂસ, ભારત અને ચીન દેશોનુ શિખર સંમેલન શુક્રવારે થયુ જેમા આ દેશોના નેતાઓએ આ વાતની સંમતિ વ્યક્ત કરી કે ઈરાન પર પ્રતિબંધ લગાડવો યોગ્ય નથી અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલ વિવાદોને વાતચીતથી હલ કરવા જોઈએ ઈબ્સામાં ભારત,બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ છે.