ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

ઓબામા 700 અબજ ડોલરનું પેકેજ જાહેર કરશે

અમેરિકાનાં નવા ચુંટાયેલા રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા અને તેમના ડેમોક્રેટીક પક્ષનાં કોંગ્રેસીઓ આગામી બે વર્ષ માટે 700 અબજ ડોલરનું આર્થિક પેકેજ જાહેર કરવાનું વિચારી રહ્યા છે.

એક અખબારનાં અહેવાલ મુજબ જો આર્થિક પેકેજને સેનેટ અને કોંગ્રેસ મંજૂરી આપી દેશે તો જાહેર જનતા પાછળ ખર્ચ કરવાનો મોટો કાર્યક્રમ પુરવાર થશે. આ પહેલા ફ્રેકલીન રૂઝવેલ્ટના શાસનમાં મોટું આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું.

ઓબામાનાં સલાહકાર જોન ક્રોઝેને અને હાવર્ડ યુનિવર્સિટીનાં અર્થશાસ્ત્રી લોરેન્સ સમર્સ કે જેને ઓબામાએ વ્હાઈટ હાઉસની આર્થિક ટીમમાં સભ્ય તરીકે પસંદગી કરી છે. તે બંને જણ 700 બીલીયન ડોલરનું પેકેજ જાહેર કરવાનાં સમર્થનમાં છે. ક્લિન્ટનનાં શ્રમમંત્રી અને ઓબામાનાં સલાહકાર સેનેટર ચાર્લ્સ સ્ટુમરે પણ 500 થી 700 બીલીયન ડોલરનું પેકેજ મંદીમાંથી ઉગારવા માટે જરૂરી હોવા પર ભાર મુક્યો છે.

ઓબામાએ પોતાના સંબોધનમાં બે વર્ષમાં 2.5 મીલીયન નવી રોજગારી ઉભી કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત સોલર પ્લાન્ટ અને બળતણ બચાવતી કારનો ઉપયોગ કરવા પર ભાર મુક્યો હતો. અમેરિકાને વિદેશી ઈંધણના આધાર પરથી મુક્ત કરવા માટે તેમણે સુચનો કર્યા હતા.