શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

કાશ્મીર પર મધ્યસ્થતા નહીં : અમેરિકા

પાકિસ્તાન સાથે મહત્વપૂર્ણ યુદ્ધ વિષયક વાતચીત શરૂ કરવા પહેલા ઓબામા પ્રશાસને બુધવારે ઈસ્લામાબાદની ભારત સાથે શાંતિ વાર્તા પુન: શરૂ કરવામાં મદદ તથા કાશ્મીર સહિત અન્ય મામલાઓમાં મધ્યસ્થતા કરવા સંબંધી અપીલ સાફ શબ્દોમાં ફગાવી દીધી.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માટે વિશેષ અમેરિકી પ્રતિનિધિ રિચર્ડ હોલબ્રુકે એક સંયુક્ત પત્રકાર પરિષદમાં કહ્યું કે, ભારત અને પાકિસ્તાનને પોતાના વિવાદિત દ્વિપક્ષીય મુદ્દાઓનું ખુદ સમાધાન કરવું જોઈએ અને જ્યાં સુધી બન્ને દેશ ન ઈચ્છે, ઓબામા પ્રશાસનને તેમાં પોતાના માટે કોઈ ભૂમિકા નજરે ચડી રહી નથી. સંયુક્ત પત્રકાર સમ્મેલનમાં પાકિસ્તાનના વિદેશ સચિવ સલમાન બશીર પણ હતાં.

પાકિસ્તાની મીડિયા દ્વારા આ વિષે પુછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપી રહેલા હોલબ્રુકે જો કે, કહ્યું કે અમેરિકા ભારત અને પાકિસ્તાનને તમામ મુદ્દાઓ પર એક-બીજાથી વાતચીત કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

તેમણે કહ્યું કે, અમેરિકા પાક સંબંધો માટે બન્ને દેશો વચ્ચે અત્યાર સુધીની પ્રથમ મંત્રીમંડળ સ્તરીય સામરિક વાર્તા અત્યંત મહત્વપૂર્ણ હશે.