મંગળવાર, 1 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ટોરંટો , મંગળવાર, 14 ઑક્ટોબર 2008 (10:56 IST)

ટોરંટોમાં શીખ ફિલ્મોત્સવ સંપન્ન

કેનેડામાં સંપન્ન છઠ્ઠા વર્ષના સ્પાઈનીંગ વ્હીલ ફિલ્મ ફેસ્ટીવલ (એસડબલ્યુએફએફ) 2008માં નાનક નામ જહાન સહિત બે ડઝન કરતાં પણ વધારે શીખ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી હતી જેમાં ભારતીય વિરાસત પરંપરા અને સંસ્કૃતિના વિકાસમાં શીખ સમુદાયના યોગદાનની ઝાંખી દેખાડવામાં આવી હતી.

ત્રણ દિવસનો આ ફિલ્મોત્સવ રવિવારે સંપન્ન થયો હતો. આની શરૂઆત પાછલાં અઠવાડિયે ટોરંટોમાં ઈઝાએલ બાદરે થિયેટરમાં થઈ હતી. સમારોહની અંદર ખુબ મોટી સંખ્યાની અંદર ફિલ્મ શીખ નિર્માતાઓ, કલાકારો તેમજ હાસ્ય કલાકારોએ ભાગ લીધો હતો. મહોત્સવના સહ સંસ્થાપક ટી શેર સિંહે જણાવ્યું કે આયોજનમાં શીખોનો ઈતિહાસ, સંગીત, નૃત્ય, કલા, સામાજીક તેમજ મહિલાઓની સાથે જોડાયેલ વિષયો પર આધારિત ફિલ્મો દેખાડી હતી. આમાં ટરબન પ્રાઈડ અમેરિકન મેડ તેમજ રાઈસ ઓફ ખાલસાનો પણ સમાવેશ હતો.

સિંહે વધારે માહિતી આપતાં જણાવ્યું હતું કે મહોત્સવની અંદર વિઝુઅલ આર્ટાસ તેમજ સંગોષ્ઠિયોના માધ્યમ દ્વારા શીખ જીવનની ઝાંખી દેખાડી હતી.