Last Modified: ઇસ્લામાબાદ , સોમવાર, 22 માર્ચ 2010 (11:42 IST)
પાક.માં અમેરિકી હવાઈ હુમલામાં આઠ મર્યા
પાકિસ્તાનના પશ્ચિમોત્તર કબાયલી જિલ્લા ઉત્તરી વજીરિસ્તાનમાં રવિવારે અમેરિકાના ચાલક રહિત વિમાન 'ડ્રોન' ના સંદિગ્ધ હુમલામાં ઓછામાં ઓછા આઠ લોકો મૃત્યુ પામ્યાં.
સમાચાર એજેંસી ડીપીએ અનુસાર એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે, અમેરિકી વિમાને અલોરા મંડી વિસ્તારમાં ત્રણ મિસાઈલ છોડી, આ હુમલામાં પાંચ લોકો મૃત્યુ પામ્યાં અને ચાર ઘાયલ થઈ ગયાં.
બીજો હુમલો ઉત્તરી વજીરિસ્તાનના સાનજેલા વિસ્તારમાં થયો. અહીં બે મિસાઈલ છોડવામાં આવી જેમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યાં. આ વિસ્તાર અલકાયદા આતંકવાદિઓ માટે સુરક્ષિત માનવામાં આવે છે.