1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિંગ્ટન , મંગળવાર, 16 ફેબ્રુઆરી 2010 (17:49 IST)

પુણે વિસ્ફોટથી ન અટકે ભારત-પાક વાર્તા : કેરી

અમેરિકી સેનેટે વિદેશ મામલાઓની સમિતિના અધ્યક્ષ જોન કેરીએ કહ્યું છે કે, શનિવારે પુણેમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થઈ રહેલી વાતચીત અટકવી જોઈએ નહીં અને જો તેમાં પાકિસ્તાની તત્વોની સંડોવણી સામે આવે તો સૌથી પહેલા તે મુદ્દે વાત થવી જોઈએ.

એક મુલાકાતમાં શ્રી કેરીએ કહ્યું કે, જો ભારતને પુણે વિસ્ફોટની કોઈ કડી પાકિસ્તાન સાથે જોડાયેલી નજરે ચડે છે તો આ બન્ને દેશો વચ્ચે વાતચીતનો પ્રથમ મુદ્દો એ હોવો જોઈએ.

શ્રી કેરીએ કહ્યું કે, આ ઘટના બાદ બન્ને દેશો વચ્ચે વાતચીતની પ્રક્રિયા બીજી વખત બંધ થવાથી એ લોકોના ઈરાદાઓ સફળ થશે જે લોકતંત્રને નબળુ બનાવવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે, વાતચીત માટે આ યોગ્ય સમય છે. તેનાથી કોઈ નુકસાન નહીં થાય.

શ્રી કેરીએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતની શરૂઆતમાં જ કાશ્મીરનો મુદ્દો ઉપાડવો યોગ્ય નથી. તેમણે કહ્યું કે, બન્ને પડોશી દેશો કોઈ પણ આ મુદ્દે સહાય ઈચ્છશે તો અમેરિકા તેના માટે તૈયાર છે.