1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: રવિવાર, 24 ઑગસ્ટ 2008 (17:04 IST)

પ્રિન્સ વિલિયમ બનશે મહારાજા...

લંડન. પ્રિન્સ વિલિયમને હવે પછીના બ્રિટીશ સમ્રાટના રૂપમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે. જ્યાં અગાઉથી આ માટે રાહ જોઇ રહેલા પ્રિન્સ ચાર્લ્સ તેને રસ્તો આપી શકે છે.

એક ન્યૂઝ ચેનલે આ સમાચાર આપતાં કહ્યું છે કે, બકિંઘમ મહેલના શાહી દરબારીઓ પ્રિન્સ ચાર્લ્સને મહારાણી બાદ રાજા બનતાથી સાથે જ રાજા પદ છોડી દેવા રાજી કરી રહ્યા છે. કે જેથી રાજગાદી પર બેસવા માટે વિલિયમ માટે રસ્તો સાફ થાય.

તેમના અનુસાર રાજાશાહીની એક વધુ પેઢી ટકાવી રાખવાની એકમાત્ર ઉમ્મીદ 26 વર્ષિય પ્રિન્સ વિલિયમ છે. વિલિયમ પોતાની સ્ત્રી મિત્ર કેટ મિડલટોનને પોતાની રાણી બનાવશે.

પ્રિન્સ ઓફ વેલ્સના નિકટવર્તી સુત્રોના આધારે બ્રિટિશ અખબારે ટાક્યું છે કે, ઉંમર તેમજ વ્યક્તિની રીતે પણ તે યોગ્ય છે. બાકી રાહ જોવામાં વર્ષો બરબાદ થઇ જશે.