શુક્રવાર, 4 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

બેનઝીર મોતની જવાબદારી લે- ફાતિમા

NDN.D

કરાચી (ભાષા) બેનઝીર ભુટ્ટોની ભત્રીજી ફાતિમાએ જણાવ્યું હતું કે કરાચીમાં થયેલા ધડાઓમાં માર્યા ગયેલા 139 લોકોના મૃત્યુંની જવાબદાર પૂર્વ પ્રધાનમંત્રી પોતે છે જેમને પોતાનાં વ્યક્તિગત દેખાવ માટે તે લોકોને જોખમમાં નાંખી દીધા હતાં.

પાકિસ્તાનનાં પૂર્વ પ્રધાનમંત્રી જુલ્ફીકાર અલી ભુટ્ટોની પૌત્રી અને વ્યવસાયે સ્તંભકાર અને કવયિત્રી ફાતિમા ભુટ્ટોએ એક સાક્ષાત્કારમાં જણાવ્યું હતું કે તેમની ફોઈ (બેનઝીર) ની વાપસી પાકિસ્તાનને મુશ્કેલીમાં નાંખી દેશે.

25 વર્ષની ફાતિમાનું કહેવું હતું કે જે લોકોના મૃત્યું થયાં છે અને ઝખ્મી થયાં છે તેમના જવાબદાર બેનઝીર છે. ફાતિમા બેનઝીરના ભાઈ મુર્તજાની પુત્રી છે જેને 1996 માં પોલીસે ગોળી મારી દીધી હતી.

પાકિસ્તાની મિડિયાના જણાવ્યાં અનુસાર મુર્તજાની પુત્રી ફાતિમાનું રાજનીતિક ભવિષ્ય ખુબ જ સારૂ દેખાય છે. હમણાં લગાવવામાં આવેલ આરોપમાં ફાતિમાએ વિપક્ષની નેતા પાકિસ્તાન પાછા ફરવા પર પોતે બખ્તરબંધ ટ્રકમાં સવાર થઈને પોતાને બચાવવા માટે અને હુમલાની ચેતવણી અપાયા બાદ પણ પોતાના હજારો સમર્થકોને ખુલ્લી બસોમાં મરવા માટે છોડી દેવાનો આરોપ લગાવ્યો છે.