મંગળવાર, 29 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: બેઈજિંગ , બુધવાર, 7 એપ્રિલ 2010 (11:05 IST)

ભારત-ચીન પરસ્પર પ્રતિસ્પર્ધી નહીં : કૃષ્ણા

વિદેશ મંત્રી એસએમ કૃષ્ણાએ કહ્યું છે કે, ભારત અને ચીન એકબીજાના હરીફ નથી. સાથે જ તેમણે એ વાત પર પણ જોર આપ્યું છે કે, બન્ને એશિયાઈ મહાશક્તિઓ વચ્ચે મતભેદોને 'નિહિત સ્વાર્થો' માટે હમેશા વધારી ચઢાવીને રજૂ કરવામાં આવ્યાં છે.

કૃષ્ણાએ નવી દિલ્હી સ્થિત ચીની દૂતાવાસ દ્વારા કાશ્મીરીઓને અલગ કાગળ પર વીજા જારી કરવામાં આવવા મુદ્દે, અરુણાચલ પ્રદેશ પર ચીનના દાવા અને સીમા પર ઘુસણખોરી સહિત હાલમાં દ્રિપક્ષીય સંબંધોમાં આવેલા પરિવર્તનને વધુ મહત્વ ન આપ્યું.

વિદેશ મંત્રીએ કહ્યું કે, દ્વિપક્ષીય મુદ્દા નિયંત્રણમાં છે અને તેમણે એ વાત પર પણ જોર આપ્યું છે કે, બન્ને દેશ અલગ છે એટલા માટે તેમની વિવિધતાને વધારે ચઢાવીને રજૂ કરવામાં આવે છે. તેમણે કહ્યું 'સાચું કહેવામાં આવે તો આ મામલામાં નિહિત સ્વાર્થ પણ છે.'