1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિંગ્ટન , મંગળવાર, 13 એપ્રિલ 2010 (12:33 IST)

મૃતક ખાણ મજૂરોને અમેરિકી સેનેટની શ્રદ્ધાંજલિ

અમેરિકાની અત્યાર સુધીની સર્વાધિક ભીષણ ખાણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વેસ્ટ વર્જીનિયાના 29 ખાણ મજૂરો પ્રત્યે સંવેદના જાહેર કરતા અમેરિકી સિનેટે અમુક ક્ષણ મૌન રાખતા તેને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.

સેનેટે કાલે બેરોજગારી લાભોમાં સંબંધમાં એક ખરડા પર ચર્ચા સ્થગિત કરી દીધી અને અપર બિગ બ્રાંચ ખાણમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુ પામેલા ખાણમજૂરો પ્રત્યે શોક વ્યક્ત કર્યો. આ ખાણનું સંચાલન મૈસી એનર્જી કંપની કરે છે.

આ અગાઉ સેનેટમાં બહુસંખ્યક ડેમોક્રેટિક નેતા હૈરી રીડ તથા અલ્પસંખ્યક રિપબ્લિકન નેતા મિચ મૈકનોલે આ દુર્ઘટના પર પોતાની સંવેદના વ્યકત કરી.

રીડે કહ્યું કે, વેસ્ટ વર્જીનિયામાં આ ખાણ દુર્ઘટના મારા માટે વિશેષ રૂપે દુખદ છે. તેણે કેટલીયે જૂની યાદોને તાજી કરી દીધી છે.