મેક્સિકોમાં ગુરૂવારે એક જેલમાંથી 41 કેદી ફરાર થઈ ગયાં. આ તમામને હત્યા અને અપહરણના કેસમાં પકડવામાં આવ્યાં હતાં. સમાચાર એજેંસી ઈએફઈ અનુસાર ગુરુવારે મેક્સિકોના મેટામોરસ શહેરની એક જેલમાંથી 41 કૈદી ફરાર થઈ ગયાં. સુરક્ષા સચિવ સોબેરોન તિજેરેનિયાથી આ મુદ્દે માહિતી આપી.