1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મૈક્સિકો , ગુરુવાર, 15 એપ્રિલ 2010 (11:25 IST)

મૈક્સિકોમાં બાળકો સાથે નાચી મિશેલ

ND
N.D
અમેરિકાની પ્રથમ મહિલા મિશેલ ઓબામાએ મૈક્સિકો સાથે ઘનિષ્ઠ સંબંધ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી ત્યાંના રાષ્ટ્રપતિની પત્ની સાથે મુલાકાત કરી. તેમણે બાળકો સાથે નૃત્ય કર્યું અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં.

મૈક્સિકો સિટીના ઈબેરો અમેરિકન વિશ્વવિદ્યાલયમાં કાલે મિશેલે વિદ્યાર્થીઓને કહ્યું કે, અહીં આવીને હું સ્વયંને મારા મિત્રો વચ્ચે અનુભવી છું. વ્હાઈટ હાઉસની એક યાદીમાં કહેવામાં આવ્યું કે, મિશેલે રાષ્ટ્રપતિના લોસ પિનાસ પૈલેસમાં માર્ગરિટા જ્વાલાથી પ્રવાસીઓ અને યુવાઓમાં નશાની આદત મુદ્દે પણ ચર્ચા કરી.

ઉલ્લેખનીય છે કે, મૈક્સિકોમાં માદક પદાર્થ સંબંધી હિંસામાં વર્ષ 2006 ના અંતથી લઈને અત્યાર સુધી 22 હજાર 700 લોકો મૃત્યુ પામી ચૂક્યાં છે. જ્વાલાના પતિ રાષ્ટ્રપતિ ફિલિપ કાલ્ડેરાને ઓબામા પ્રશાસન તરફથી ડ્રગ માફિયાઓ વચ્ચે થઈ રહેલી લડાઈમાં સહયોગ મળ્યો છે. જે અંતર્ગત મિશેલનો આ ઉચ્ચ સ્તરીય મૈક્સિકો પ્રવાસ છે.