Last Modified: દુબઈ , સોમવાર, 22 માર્ચ 2010 (18:19 IST)
યૂએઈ ચોથું સૌથી મોટુ હથિયાર આયાતક
ચીન, ભારત અને દક્ષિણ કોરિયા બાદ સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ) દુનિયાના ચોથુ સૌથી મોટા હથિયાર આયાતકાર દેશ બની ગયાં છે અને આગળ પણ ઉચ્ચ ટેક્નિકવાળા શસ્ત્ર ખરીદતા રહેશે. સ્ટોકહોમ ઈંટરનેશનલ પીસ રિસર્ચ ઈંસ્ટીટ્યૂટ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તર પર હથિયારોના આયાત નિર્યાત પર જારી એક રિપોર્ટ અનુસાર 2005 થી 2009 સુધી કુલ શસ્ત્ર ખરીદીમાં યૂએઈ દુનિયાભરમાં ચોથા નંબર પર છે.
તે તેના પર 65 લાખ અમેરિકી ડોલર ખર્ચ કરી રહ્યાં છે. ધ્યાન રાખવાની વાત એ છે કે, આ યાદીમાં ઈઝરાઈલનો નંબર યૂએઈ બાદ છઠ્ઠા સ્થાન પર અને પડોશી અરબ દેશ મિશ્ર 15 માં સ્થાન પર છે. રિપોર્ટ અનુસાર યૂએઈને હથિયારોની નિકાસ કરનારો સૌથી મોટો દેશ અમેરિકા છે. આ અમેરિકાના ત્રીજો સૌથી મોટો ગ્રાહક છે.
યૂએઈ ફ્રાંસનો સૌથી મોટો હથિયાર આયાતક દેશ છે. યૂએઈના મોટાભાગના નાણા અમેરિકા અને ફ્રાંસથી આવનારા વિમાનો, મિસાઈલો અને વાયુ રક્ષા પ્રણાલીઓ પર ખર્ચ થઈ રહ્યાં છે.