શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: મોસ્કો , બુધવાર, 27 ઑગસ્ટ 2008 (18:00 IST)

રશિયા શીતયુધ્ધથી ડરતું નથી-મેદવેદેવ

જ્યોર્જિયા મુદ્દે રૂસ અને અમેરિકા વચ્ચે તિરાડ દિવસે ને દિવસે મોટી થઈ રહી છે. અને, તેને કારણે રૂસે પણ પોતાનું વલણ કડક કરી દીધું છે. રૂસનાં રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે આજે અમેરિકાની ગર્ભિત ધમકીનો જવાબ આપતાં જણાવ્યું હતું કે રશિયા શીતયુધ્ધની તરફેણ કરતું નથી, પણ તેનાથી તે ડરતું નથી.

જ્યોર્જિયાથી અલગ થયેલા દક્ષિણ ઓસેતિયા અને અબખાજીયાને અલગ દેશ તરીકે માન્યતા આપવાનાં કરાર પણ ગઈકાલે થયેલા હસ્તાક્ષર બાદ વિશ્વનાં રાજકારણમાં તેની ખુબ ગંભીર અસર પડી હતી. મેદવેદેવે હસ્તાક્ષર કર્યા બાદ જણાવ્યું હતું કે અમે શીતયુ્ધ્ધ જેવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ. પણ અમે એવું માંગતા નથી.

મેદવેદેવે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવારો જ્યોર્જિયાનાં મુદ્દાને પોતાના ચુંટણી પ્રચાર માટે ઉપયોગ કરી રહ્યાં છે. અમે દક્ષિણ ઓસેતિયા અને અબખાનિયાને આતંરરાષ્ટ્રીય કાનૂન મુજબ જ નવા દેશ તરીકેની માન્યતા આપી છે. તેમણે પશ્ચિમી દેશોએ કોસોવોને સ્વતંત્ર દેશ તરીકે આપેલી માન્યતાની ટાંકીને જણાવ્યું હતું કે કોસોવોની જેમ દરેક દેશી આઝાદીનો મુદ્દો મહત્ત્વનો હોય છે.

મેદવેદેવે જણાવ્યું હતું કે રૂસ પ્રત્યેક દેશની એકતા અને અખંડીતતાનું હિમાયતી છે. પણ જ્યારે પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી, ત્યારે અમારે જ્યોર્જિયા પર હુમલો કરવાનો નિર્ણય પડ્યો. કારણ કે તેનાથી અમારી અખંડિતતાનો પ્રશ્ન ઉભો થાય તેમ હતો.