1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: ક્રાફોર્ડ , બુધવાર, 27 ઑગસ્ટ 2008 (12:28 IST)

રૂસનાં પગલાંથી અમેરિકા નારાજ

રશિયા દ્વારા જ્યોર્જિયાનાં વિદ્રોહી ક્ષેત્રો દક્ષિણ ઓસેતિયા અને અબખાજીયાને સ્વતંત્ર અને સંપ્રભુ રાષ્ટ્રનાં રૂપમાં માન્યતા આપવાની ઘોષણા કરી છે. આ ઘોષણાને અમેરિકી પ્રમુખ જ્યોર્જ બુશે બિનજવાબદાર અને ઉતાવળે ભરાયેલા પગલાંરૂપે ગણાવ્યું છે.

બુશે કહ્યું હતું કે આ નિર્ણય કારણે થોડા દિવસો પહેલાં રશિયા અને ફ્રાંસ વચ્ચે થયેલી સંધિને અનુરૂપ નથી. આ સંધિ વખતે ફ્રાંસે મધ્યસ્થી કરી હતી. તેમજ સંઘર્ષવિરામનાં નિર્ણયને પણ અનુરૂપ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રે પણ પોતાના પ્રસ્તાવમાં દક્ષિણ ઓસેતિયા અને અબખાજીયાને જ્યોર્જિયાનો ભાગ બતાવ્યો છે.

અમેરિકા અને યુરોપનાં દેશોનાં વિરોધ છતાં રૂસી રાષ્ટ્રપતિ દમિત્રી મેદેવેદેવે દક્ષિણ ઓસેતિયા અને અબખાજીયા નામના બે સ્વતંત્ર અને નવા દેશોની રચના કરવાનાં નિર્ણય પર સહી કરી દીધી હતી.

તો યુએસ રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર બરાક ઓબામાએ પણ રૂસનાં નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમજ વિશ્વ સમુદાયને રશિયાનાં નિર્ણય સાથે ન જવા અપીલ કરી હતી. તેમજ સંયુક્ત રાષ્ટ્રે તાત્કાલિક એક બેઠક બોલાવીને રૂસનાં નિર્ણયનો વિરોધ નોંધાવવો જોઈએ.

તો આ મુદ્દો સોમવારથી શરૂ થનાર યુરોપીયન સંઘની શિખર વાર્તામાં ઉઠાવશે. અને, જર્મનીનાં વાઈસ ચાન્સેલર એન્જેલા મર્કેલએ રૂસનાં નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમજ આ મુદ્દે રૂસી નેતાઓ સાથે વાતચીત કરશે તેમ જણાવ્યું હતું.