લીમામાંથી મળી તેરસો વર્ષ જૂની મમી
પુરાતત્વ વિશેષજ્ઞોએ પેરુની રાજધાની લીમાના રહેવાસી વિસ્તારમાંથી 1300 વર્ષ જૂની એક સ્ત્રીની મમી શોધી કાઢી છે. પુરાતત્વ વિશેષજ્ઞ ઈસાબેલ ફ્લોરેસે કહ્યુ કે સ્ત્રી વારી સંસ્કૃતિની છે. લીમાએ મીરાફ્લોર્સ જિલ્લામાં હુઆકા પુકલાનામાં ચાલી રહેલ ખોદકામના મુખ્ય ફ્લોરેસે કહ્યુ કે આ એક મહત્વપૂર્ણ શોધ છે. અમે ઘણી કબરો શોધી, જેમને લૂટી લેવામાં આવી હતી, પરંતુ કોઈ એવી કબર હજુ સુધી નથી મળી જે એવી ને એવી જ હોય. ફ્લોરેસે જણાવ્યુ કે આ એક બહુમુખી કબર છે, જેમા ત્રણ ખાના બનેલા છે. એક ખાનામાં પ્રભાવશાળી સ્ત્રીનો બુરખો બનેલો છે. ઘણા સ્તરોવાળા ખાનામાં મૃતકોની મમી છે, જેને વાળીને મૂકવામાં આવી છે. મમીના ઘૂંટણ તેમની દાઢીની નીચે છે. બીજી મમી એક બાળક અને એક વયસ્કની લાગે છે. વારી એક પ્રભાવશાળી સમાજ હતો જે ઈ.સ. 700 થી 1000 દરમિયાન હતો. ફ્લેરેસે કહ્યુ કે વારી પ્રતિષ્ઠિત સ્ત્રીઓની મમીમાં અંત્યેષ્ટિ બુરખો પહેરાવતા હતા. ફ્લોરેસે કહ્યુ કે આ એક સ્ત્રી છે કારણ કે આજુ-બાજુના વિસ્તારમાંથી અમને ચઢાવો અને કપડાં મળ્યા છે, જેવા સ્ત્રીઓને અંતિમ ઘડીએ આપવામાં આવે છે.