શુક્રવાર, 4 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: કોલંબો , સોમવાર, 22 ઑક્ટોબર 2007 (14:42 IST)

વાયુસેનાની શિબિર પર લિટ્ટે દ્વારા હુમલો

કોલંબો (ભાષા) શ્રીલંકાની ઉત્તરે આવેલ અનુરાધાપુરમાં વાયુસેનાની શિબિર પર તમિલ વિદ્રિહીઓ દ્વારા સોમવારે જમીની અને હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 12 વાયુ સેનાકર્મીઓનાં મોત નીપજ્યાં હતાં. તેઓના જવાબ સ્વરૂપે 20 વિદ્રોહીઓ પણ માર્યા ગયાં હતાં.

વાયુસેનાએ જણાવ્યું હતું કે લિટ્ટેના હલકાં લડાકુ વિમાનોએ વાયુસેનાની શિબિર પર લગભગ ત્રણ વાગ્યે બોમ્બ ફેક્યા હતાં. બીજી બાજુ થોડાક વિદ્રોહીઓ શિબિરમાં પણ ઘુસી ગયાં હતાં.

વાયુસેનાના પ્રવક્તા અજંતા ડિસિલ્વાએ જણાવ્યું હતું કે હુમલામાં 8 વાયુ સેનાના કર્મચારીઓ સહિત 9 લોકોનાં મૃત્યું થયાં હતાં. તેમણે જણાવ્યું હતું કે શવની ઓળખાણ હજી સુધી કરી શકાઈ નથી. પ્રવક્તાએ એ પણ જણાવ્યું હતું કે હુમલામાં 20 વિદ્રોહીઓના પણ મૃત્યું થયાં છે.

રક્ષા પ્રવક્તા લક્ષ્મણ હુલ્લુગાલેએ જણાવ્યું હતું કે લિટ્ટેના હુમલાની લપેટમાં આવવાથી હેલીકોપ્ટર બેલ 212 ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. અ દુર્ઘટનામાં ચાર વાયુસેનાના કર્મચારીઓના પણ મોત નીપજ્યાં હતાં.

આ સિવાય અનુરાધાપુરથી 13 કિલોમીટર પુર્વ દોરામાડલવામાં એક ઘટનામાં બે પાયલોટ અને અન્ય બે અધિકારીના મોત નીપજ્યાં હતાં.

આ પહેલાં 26 માર્ચે હલકાં લડાઈના વિમાનનો ઉપયોગ કરતાં મુખ્ય સૈન્ય શિબિર પર બોમ્બ ફેક્યાં હતાં.

માન્યામાં આવે તેવું છે કે શ્રીલંકામાં પાછલા વર્ષે જુદી જુદી અથડમણમાં અને હવાઈ હુમલામાં લગભગ 5 હજાર લોકો માર્યા ગયાં હતાં.