ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિગ્ટન , મંગળવાર, 30 સપ્ટેમ્બર 2008 (10:23 IST)

સેનેટે બેલઆઉટ વિધેયકને ફગાવ્યો

બુશ પ્રશાસનને તે સમયે ખુબ મોટો ઝટકો લાગ્યો જ્યારે અમેરિકાની પ્રતિનિધિ સભાએ નાદાર થયેલા અમેરિકી આર્થિક સંસ્થાનોને રાહત પહોચાડવા માટે 700 અરબ ડોલરની સહાય કરવાનાં પેકેજને ફગાવી દીધું.

સેનેટમાં આ વિધેયક 205નાં મુકાબલે 228 મતોથી ફગાવી દેવામાં આવ્યું હતું. આ પગલાંથી વોલ સ્ટ્રીટ સહિત આર્થિક બજારોને તગડો ઝટકો લાગ્યો હતો. અને, શેરબજાર 705 અંક ઘટ્યો હતો.

વધી રહેલા આર્થિક સંકટની બહાર નીકળવા માટે 110 પાનાનાં વિધેયકને એક અઠવાડિયા સુધી ચાલેલાં રાજકીય સંકટ બાદ સેનેટમાં રજુ કરવામાં આવ્યા હતાં. સોમવારે આ વિધેયકને લઈને સરકાર અને કોંગ્રેસ વચ્ચે સમજૂતિ થઈ હતી.