સ્પેનના પરમાણું સંયંત્રમાં આગ
સ્પેની પરમાણું સંયંત્રના વિદ્યુત જનરેટરમાં આગ લાગવાથી તેને બંધ કરી દેવાયું છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે પાછલાં વર્ષે એક પરમાણું સ્ટેશનમાં રેડિયોએક્ટિવનો સ્ત્રાવ થવાથી તેની વિરુદ્ધ સરકાર દ્વારા કાર્યવાહી કરવાની વાત કરવાના અમુક જ સપ્તાહ બાદ આ ઘટના ઘટી હતી. પરામાણું સંયંત્રમાં ગઈ કાલે થયેલ સ્ત્રોત બાદ પર્યાવરણ સંગઠન ગ્રીનપીસે જણાવ્યું કે ઉત્તરપૂર્વ સ્પેનમાં તારાગોનાની નજીક વેંડેલોસ દ્વીતીય કોંમ્પલેક્સના ટરબાઈન રૂમમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. સ્પેનિશ પરમાનું સુરક્ષા પ્રાધિકરણે સીએનએસને જણાવ્યું કે આગ લાગવાથી કોઈને પણ નુકશાન થવાના કે પર્યાવરણને હાનિ પહોચવાના કોઈ જ સમાચાર મળેલ નથી.