1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મંગળવાર, 23 માર્ચ 2010 (17:59 IST)

હેડલીથી પુછપરછનો નિર્ણય નહીં : અમેરિકા

એક નાટકીય ઘટનાક્રમમાં અમેરિકાએ આજે કહ્યું છે કે, તેણે ભારતીય તપાસકર્તાઓને મુંબઈ હુમલાનું ષડયંત્ર રચવામાં પોતાની ભૂમિકા સ્વીકાર કરી ચૂકેલા પાકિસ્તાની મૂળના અમેરિકી નાગરિક ડેવિડ હેડલીથી સીધી પુછપરછ કરવા આપવાનો નિર્ણય કર્યો નથી.
હજુ ચાર પહેલા દક્ષિણ પૂર્વ એશિયા મામલાના પ્રભારી અમેરિકી વિદેશ સહાયક મંત્રી રોબર્ટ બ્લેકે અહીં સાર્વજનિક રૂપે કહ્યું હતું કે, ભારતીય તપાસકર્તા હેડલીથી પુછપરછ કરી શકે છે.

પરંતુ આજે અમેરિકી રાજદૂત ટિમોથી જે. રોમરે એક યાદી જાહેર કરીને કહ્યું કે, ભારતને ડેવિડ હેડલીથી સીધી પુછપરછ કરવા માટે મંજૂઓરી દેવા સંબંધમાં હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.