પુરુષને સમજી લો.

love dating
Last Modified શનિવાર, 23 જુલાઈ 2016 (17:42 IST)
કોઇની સાથે કરવું સરળ નથી. તેના માટે પણ ટ્યુનિંગ સેટ કરવું એટલું જરૂરી છે, અનેક એડજેસ્ટમેન્ટ કરવા પડે છે. એવું તો ઘણા લોકો કહે છે કે સ્ત્રીઓને સમજવી મુશ્કેલ છે. પરંતુ આ અડધુ સત્ય છે. પૂરૂષો સાથે ડીલ કરવી પણ એટલી જ મુશ્કેલ છે. કેટલાક એકદમ મેચ્યોર અને પ્રેક્ટિકલ હોય છે તો કેટલાક એકદમ ઇમોશનલ હોય છે. જેમનું અંદરનું બાળપણ હજી પણ ગયું હોતું નથી. તેવા લોકો સાથે ડીલ કરવી ખૂબ જ મુશ્કેલ બાબત છે.
જો તમે તમારા ડેટ પાર્ટનરને લઇને કન્ફ્યુઝ છો તો આ બાબતોથી તેને પરખી લો અને જાણીલો કે તે મેચ્યોર છે કે હજી પણ બાળકવૃત્તી જ ધરાવે છે.
  • શું તેની લાઇફમાં ફ્યુચરને લઇને કોઇ પ્લાનિંગ છે? શું તે માત્રને માત્ર આજમાં જ જીવે છે?
  • શું તે તેની વસ્તુઓને લઇને કેરલેસ છે? શું તેને તેના કપડાં અને વસ્તુઓ યોગ્ય જગ્યાએ રાખવાથી મુશ્કેલી છે? શું તે આ કામોને બીજાના માથે નાખીને આનંદ અનુભવે છે?
  • શું તે બ્રિફ્કર બોય છે?
  • શું તે જીદ્દી છે? શું તે દરેક બાબતે વાદવિવાદ કરવા તૈયાર રહે છે? શું તે ભૂલ કરીને ક્યારે પણ માંફી માંગે છે?
  • શું તે ગંભીર મુદ્દાઓ પર વાતચીત કરવાથી ડરે છે?
જો આવી જ કેટલીક બાબતો તમારા બોયફ્રેન્ડમાં હોય તો તેનામાં હજી પણ બાળકબુદ્ધિ છે તેમ કહી શકાય. જેવી વ્યક્તિ સાથે જીવન વિતાવવું મુશ્કેલ છે.


આ પણ વાંચો :