લવ ટિપ્સ - સારી સેક્સ લાઈફ માટે હેલ્ધી ડાયટ જરૂરી

વેબ દુનિયા|


 
 
જો તમારે સારી સેક્સ લાઇફ જોઇતી હોય તો અત્યારથી જ તમારા ડાયટ પર ધ્યાન આપવાનું શરૂ કરી દો. ગત દિવસોમાં થયેલા એક અભ્યાસ પરથી સારા ડાયટ અને સેક્સ વચ્ચેનું કનેક્શન પુરવાર થયું છે.

અને હેલ્ધી લાઇફસ્ટાઇલ ફોલો કરવાના અનેક કારણો ગણાવવામાં આવે છે અને આ લિસ્ટમાં હવે વધુ એક કારણ સામેલ થઇ ગયું છે. વાસ્તવમાં તમે ક્યારે અને શું ખાઓ છો અને કઇ રીતે જીવો છો તેની સીધી અસર તમારી સેક્સ લાઇફ પર પડે છે.

જો ડાયટ રેગ્યુલર નથી કે અનહેલ્ધ છે તો બીજી અનેક સમસ્યાઓની સાથે સેક્સ ડ્રાઇવમાં પણ કમીનો અહેસાસ થાય છે. સાથે વજનની સમસ્યા, વધારે ડ્રિંક કરવું, સ્મોકિંગ, શારીરિક રીતે એક્ટિવ ન રહેવું અને હાઈ ડ્રગ્સ એડિક્શન જેવા અનેક પરિબળો પણ સેક્સ લાઇફ પર ખરાબ પ્રભાવ પાડે છે.

ઉલ્લેખનીય છે કે સેક્સ લાઇફ અને લાઇફસ્ટાઇનું આ કનેક્શન ગત દિવસોમાં ડેનમાર્કમાં થયેલા એક અભ્યાસ પરથી ઉજાગર થયું છે. આ અભ્યાસમાં 5 હજાર કરતા પણ વધુ સેક્સ્યુઅલી ઇનએક્ટિવ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ લોકો પર કરવામાં આવેલા એક લાંબા સંશોધન પરથી માલુમ પડ્યું છે કે તેમનામાં સેક્સને લઇને કોઇ ક્રેઝ ન હોવાનું કારણ અસ્વસ્થ જીવનશૈલી છે અને તેમાં સૌથી મોટું પરિબળ અયોગ્ય ડાયટ છે.

આ અભ્યાસ પરથી ડ્રિંક, ફૂડ હેબિટ્સ અને સેક્સ ડ્રાઇવની લિંક વિષે જાણકારી મળી છે. અભ્યાસ અનુસાર બીયર પીનાર વ્યક્તિ જંક ફૂડ અને નોન-વેજ ખાવાની વધુ શોખીન હોય છે, જ્યારે વાઇન પીનારા લોકોની પસંદગી હેલ્ધી ફૂડ હોય છે અને તે ફળ-શાકભાજી લેવાનું વધુ પસંદ કરે છે. આ જ કારણ છે કે વાઇન પીનારાની સેક્સ લાઇફ બીયર પીનાર વ્યક્તિની સેક્સ લાઇફ કરતા વધુ સારી જોવા મળી છે.

તો જો તમે પણ સારું સ્વાસ્થ્ય અને સારી રિલેશનશિપ ઇચ્છતા હોવ તો આજથી જ યોગ્ય ડાયટ લેવાનું શરૂ કરી દો!


આ પણ વાંચો :