લવ ટિપ્સ : સુખી દાંમ્પત્યજીવન તમારા હાથમાં જ છે

વેબ દુનિયા|

P.R
વર્તમાન સમયમાં બે પ્રકારના દાંમ્પત્ય ચાલી રહ્યા છે. પહેલુ અશાંત દાંમ્પત્ય અને બીજુ અસંતુષ્ટ દામ્પત્ય. જે પતિ-પત્ની સમજદાર છે તેમના ઉપદ્રવ, ખુદ તેમની સામે અને દુનિયાની આગળ જાહેર થઈ જાય છે. તેઓ પોતાની અશાંતિ પર આવરણ નથી ઓઢાવી શકતા.

બીજા વર્ગનું દામ્પત્ય એ છે જે પતિ-પત્ની થોડા સમજદાર કહો કે ચાલાક હોય છે, તેથી આ અશાંતિને ઢાંકી દે છે. ઉપદ્રવને સરકાવી દે છે. આવુ દાંમ્પત્ય અસંતુષ્ટ છે પછી તે અસંતોષ સ્ત્રી કે પુરૂષ બંનેને જ પોતપોતાના ખોટા માર્ગ પર જવા માટે પ્રોત્સાહિત કરી દે છે. જેને સાચે જ ઘર વસાવવુ છે તે પોતાની ચામડીની જેમ એક વાતને પોતાની સાથે ચોંટાડી દે, અને એ છે પ્રેમ.
પ્રેમ વગર તમારું ઘર ચાલી શકે છે પણ ઘર વસી નથી શકતુ. વર્તમાન સમયમાં મોટાભાગના લોકોનું ગૃહસ્થ જીવન શોષણ અને ઉત્પીડનથી ચાલી રહ્યુ છે. પતિ-પત્નીમાંથી જે વધુ ચાલાક છે તે તેને વ્યવસ્થિત રૂપે કરે છે અને જે ઓછુ સમજદાર છે તે અવ્યવસ્થિત રીતે નિપટાવી રહ્યુ છે. મૂળ કૃત્યમાં કોઈ અંતર નથી. પ્રેમ જો આધાર બનશે તો જે પક્ષ વધુ બુદ્ધિમાન, સમજદાર હશે તે પોતાના જીવનસાથીને પણ એવો બનાવવાની પ્રેમપૂર્વક કોશિશ કરશે. આ પરસ્પર હરીફાઈ ન બનીને સમાન થવાનો સદ્દપ્રયાસ હશે.
ગુણ, કર્મ અને સ્વભાવની સમાનતાથી જોડીઓ બની જાય એ નસીબની વાત છે, નહી તો તમારી સમગ્ર સહનશક્તિ, ઉદારભાવ અને માધુર્યને તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં હોમી દો. પછી જો તમારું દાંમ્પત્ય જીવન મધુર ન બની જાય તો કહેજો. પ્રેમમાં ખૂબ તાકાત છે. પ્રેમમાં શક્તિ છે. માત્ર લવમેરેજવાળા દાંમ્પત્યમાં જ પ્રેમ હોય એવુ નથી હોતુ, પ્રેમ તો કોઈની પણ સાથે થઈ શકે છે. તમે એરેંજ મેરેજમાં લગ્ન પછી પતિ-પત્નીમાંથી કોઈ એક પણ જો આ વાતને સમજી લે તો દાંમ્પત્યજીવન ક્યારેય નીરસ નહી બને.


આ પણ વાંચો :