હનીમૂન દરમિયાન શુ કરશો શુ નહી ?

P.R
- સૌ પહેલા તમે જ્યા પણ હનીમૂન મનાવવા જઈ રહ્યા છો, તે સ્થાનની વિસ્તૃત માહિતી મેળવી લો. જેથી રસ્તામાં કે એ સ્થાન પર પહોંચ્યા પછી તમારી નવી નવેલી વધુને કોઈ પ્રકારની મુશ્કેલી ન ઉઠાવવી પડે.

- જ્યા પણ રોકાવો ત્યાં પત્નીનું સંપૂર્ણ ધ્યાન રાખો. બને ત્યાં સુધી તેને રૂમ કે હોટલમાં એકલી છોડીને ન જશો.

- રોમાંસની શરૂઆત કરતી વખતે સાથીની ભાવનાઓનું પૂરૂ ધ્યાન રાખીને તમારા પ્રેમનો એકરાર કરો.

- રૂમમાં રહો ત્યારે તમારી પત્નીના નાના-મોટા ઈશારા પર પણ ધ્યાન આપો અને તે મુજબ જ રોમાંસને પ્રોત્સાહન આપો.

- જરૂર કરતા વધુ દિવસ સુધી હનીમૂન મનાવવાનો પ્રયત્ન ન કરશો.

- તમારા સાથીને પણ કંઈક કહેવાની તક આપો.

- તમારા સાથીની સાથે એકદમ ફ્રેંક થઈને તમારી ઉતાવળી ભાવનાઓનો એકરાર ન કરો.

- પહેલા તમારા સાથીનો વિશ્વાસ મેળવો અને પછી તેની સાથે રોમાંસની શરૂઆત કરો.

- તમારા સાથીની પસંદ-નાપસંદનુ ધ્યાન રાખીને જ તમારા પોગ્રામ આગળ વધારો.

વેબ દુનિયા|
- હનીમૂન દરમિયાન જો તે રિસાય જાય તો તેના હાથને તમારા હાથમાં લઈને તેને પ્રેમથી સમજાવો, તેના ખભાને થપથપાવો અને પછી તેના માની ગયા પછી જ આગળ વધો. તેની મરજી વિરુદ્ધ કંઈક કરશો તો હનીમૂનમાં પ્રમોશનને બદલે ડિમોશન થવુ નક્કી છે.


આ પણ વાંચો :