સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Modified: શુક્રવાર, 6 મે 2022 (09:10 IST)

આ 3 મહિના ગર્ભધારણ માટે શ્રેષ્ઠ ગણાય છે

pregnency
જો તમે ફેમિલી પ્લાનિંગ વિશે વિચારી રહ્યા છો અને અનેક કોશિશ છતા સફળતા હાથ નથી લાગી રહી તો આ માહિતી તમારે માટે કામની હોઈ શકે છે.  અહી અમે તમને એ વાતની માહિતી આપીશુ કે તમે તમારી પ્લાનિંગમાં કેવી રીતે સફળતા મેળવી શકો છો. આ માટે સૌથી જરૂરી છે કે તમે તમારા શરીરને ઓળખો. સ્ત્રી હોવાને નાતે દર મહિને થનારા ફેરફારો વિશે તમને સંપૂર્ણ માહિતી ત હોવી જોઈએ. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે સૂર્યની કિરણોનો ખોરાક વિટામીન ડીનો સૌથી શ્રેષ્ઠ પ્રાકૃતિક સ્ત્રોત છે.  જે કારણે પ્રેગનેંસી રહેવાની સફળતાની શક્યતા વધી જાય છે.  
 
તાજેતરમાં એક શોધમાં જોવા મળ્યુ છે કે વિટામિન ડી શિશુના વિકાસમાં પણ એક મોટો સહાયક સ્ત્રોત છે. શોધ બતાવે છે કે ગરમી દરમિયાન મહિલાઓમાં ગર્ભધારણની શક્યતા બમણી થઈ જાય છે. 
 
ગરમીની ઋતુ છે મહત્વની 
ઉંઘની આદતો માટે મેલાટોનિન હાર્મોન જવાબદાર હોય છે. જે કારણે ગરમીમાં મહિલાઓના મા બનવાની શક્યતા વધુ હોય છે.  મેલાટોનિન સૂવા અને હરવા-ફરવાની આદતો નક્કી કરવા ઉપરાંત મહિલાઓની ફર્ટિલિટી પણ વધારે છે.  આ હાર્મોન ગરમીની ઋતુમાં મહિલાઓની પ્રજનન ક્ષમતા વધારવા માટે ડાયરેક્ટ પ્રજનન ટિશ્યૂને સક્રિય બનાવે છે.  તેનો એ પણ મતલબ હોય છે કે ગરમીમાં વિકસનારા ભ્રૂણને પ્રથમ શિયાળાનો સામનો કરતા પહેલા છથી આઠ મહિનાનો સમય મળી જશે. 
 
ગરમીની ઋતુના મુકાબલે શિયાળામાં પ્રાકૃતિક રોશની ઓછી હોવાથી 18 ટકા જ પ્રેગનેંસીના મામલે સફળતા મળે છે.  મહિલાઓ માટે જૂન, જુલાઈ અને ઓગસ્ટનો મહિનો કંઈક ખાસ હોય છે જો તમે આઈવીએફ ના મારફતે પણ મા બનવા માંગતા હોય તો તમારે માટે આ 3 મહિના સફળતા માટે યોગ્ય છે.