મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 ડિસેમ્બર 2021 (10:20 IST)

વડનગરની કિશોરીને પાલનપુરના એક સંતાનના પિતા સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રેમ થયો,ગર્ભ રહી જતાં તરછોડી

ઉત્તર ગુજરાતના વડનગરની એક કિશોરીને ઇન્સ્ટાગ્રામ ઉપર પાલનપુરના યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. જેની સાથે હરવા- ફરવા જતાં ગર્ભ રહી ગયો હતો. આથી તેણીએ લગ્ન કરવા માટે દબાણ કરતાં આ શખ્સે પોતે પરણિત અને એક સંતાનનો પિતા હોવાનું કહ્યું હતુ. પોતાની સાથે પ્રેમમાં દગો થયો હોવાનું જણાતાં તેણીએ બનાસકાંઠા 181 અભયમની મદદ લીધી હતી. ટીમે કાયદાકીય સમજ આપી પાલનપુરમાં સુરક્ષિત સ્થળે ખસેડી હતી. ઇન્સ્ટાગ્રામ ઉપર પ્રેમભંગ થયો હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.બનાસકાંઠા 181 અભયમના કાઉન્સેલર લક્ષ્મીબેન સોલંકીએ જણાવ્યું કે, વડનગરની કિશોરી પાલનપુરના એક 28 વર્ષિય યુવક સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્ક થયો હતો. બંને વચ્ચે મેસેજની આપ- લે થતાં પ્રેમ પ્રાંગર્યો હતો. યુવક સગીરાને અવાર -નવાર પાલનપુર બોલાવતો હતો. અને બંને જણાં હરવા જતાં હતા. જે દરમિયાન બંનેએ સબંધ બાંધતાં કિશોરીને ગર્ભ રહી ગયો હતો.આથી તેણીએ લગ્ન કરવાનું દબાણ કરતાં યુવકે પોતે પરિણીત અને એક સંતાનનો પિતા હોવાનું કહી સગીરાને તરછોડી દીધી હતી. પ્રેમમાં દગો થયો હોવાનું જણાતાં બનાસકાંઠા 181 અભયમને કોલ કરતાં કાઉન્લેસર લક્ષ્મીબેન સોલંકીએ મહિલા પોલીસ શિલ્પાબેન અને ચાલક અમરતભાઇ સાથે જઇ સગીરાનું કાઉન્સેલીંગ કરી કાયદાકીય સલાહ આપી પાલનપુરમાં સુરક્ષિત સ્થળે ખસેડી હતી.સગીરા તેના પ્રેમી યુવકથી ગર્ભવતી બની હોવાની જાણ થતાં વડનગર સ્થિત તેના માતા- પિતાએ ઘરમાંથી હાંકી કાઢી હતી. બીજી તરફ સગીરાએ પોતાના પ્રેમી પાસે જ રહેવાની જીદ કરી રહી છે. જોકે, તેની વય ઓછી હોવાથી અત્યારે સુરક્ષિત સ્થળે રાખવામાં આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.બનાસકાંઠા જિલ્લાના શખ્સોએ ઇન્ટાગ્રામ ઉપર બે કિશોરીઓને ફસાવી હોય તેવો એક જ સપ્તાહમાં આ બીજો ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આ કિસ્સા ઉપર વાલીઓએ પણ ચિંતા કરવાની સાથે તકેદારી રાખવા જેવી છે કે, બાળકોને ઓનલાઇન શિક્ષણ માટે જે મોબાઇલ લઇ આપ્યો છે. તેમાં બાળકો સોશિયલ મીડિયાનો કઇ કઇ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. તેમનું મિત્ર વર્તુળ કોણ કોણ છે. તે ખરેખર જાણવું જરુરી છે.