આસારામની રાજદાર શિલ્પીનો ખુલાસો - રેપ માટે કિશોરીને બોલાવાઈ હતી !!

P.R
કિશોરી બાળા સાથે દુષ્કર્મના આરોપમાં જેલની સજા કાપી રહેલ આસારામ બાપૂ હવે ચારેબાજુથી ઘેરાય ગયા છે. અત્યાર સુધી તેમને નિર્દોષ બતાવી રહેલ તેમની મુખ્ય રાજદાર શિલ્પી ઉર્ફ સંચિતા ગુપ્તાની પૂછપરછ દરમિયાન તેણે સનસનીખેજ ખુલાસો કર્યો છે જે આસારામને સજા અપાવવા પુરતો છે. શિલ્પીએ પૂછ પરછમાં જણાવ્યુ કે કિશોરીનું યૌન શોષણ એક વિચારેલ ષડયંત્ર હતુ. કિશોરીને આસારામ પાસે મોકલવા મજબૂર કરવા માટે ભૂત પ્રેતનો પડછાયો અને તેનુ બીમાર હોવુ એ બધુ સમજી વિચારીને નાટક ઘડવામાં આવ્ય હતુ.

શિલ્પીએ જણાવ્યુ કે આવુ એ માટે કરવામાં આવ્યુ જેથી યુવતીના પરિજન તેને જાતે આસારામને હવાલે કરી દે અને પછી આસારામ પોતાના કુકર્મોમાં સફળ થઈ શકે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શિલ્પીએ આસારાઅમ પ્રકરણ સાથે જોડાયેલ બધા મુખ્ય બિંદુઓની સ્વીકૃતિ કરી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે શિલ્પીએ ચાર દિવસની રિમાંડ પ્રાપ્ત થતા તે આજે ફરી કોર્ટમાં રજૂ થશે.

જોઘપુર| વેબ દુનિયા| Last Modified સોમવાર, 30 સપ્ટેમ્બર 2013 (12:56 IST)
.
બીજી બાજુ શિલ્પીએ જે મુખ્ય ખુલાસો કર્યો છે તે આસારામ બાપૂના માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. શિલ્પીએ પૂછપરછમાં એ જણાવ્યુ કે યૂપીના મેરઠમાં આસારામની શિકાર એક વધુ પીડિતા છે. પોલીસના સૂત્રોએ જણાવ્યુ કે આ માટે પુરાવા એકત્ર કરવા માટે પોલીસની એક ટીમ મેરઠ મોકલવામાં આવી હતી પણ કોઈ સફળતા પ્રાપ્ત થઈ નહી. ઉલ્લેખનીય છે કે આસારામના સમગ્ર દેશમાં ઘણા ગુરૂકુળ છે. પણ છોકરીઓ માટેની હોસ્ટેલ માત્ર છિંદવાડાના ખજૂરીમાં જ છે. અહી વર્તમાન સમયે 190 વિદ્યાર્થીનીઓ છે. પોલીસન આશંકા છે કે આસારામના દુરાચારનો શિકાર વધુ કિશોરીઓ બની શકે છે.


આ પણ વાંચો :