દિલ્હી|
Last Updated:
મંગળવાર, 27 મે 2014 (16:56 IST)
દેશના વિદાય રહેલા વડાપ્રધાન મનમોહંસિંહ નરેન્દ્ર મોદીને દેશનું સૌથી વધુ સુરક્ષિત વાહન વારસામાં આપીને જઈ રહ્યાં છે. મનમોહન સિંહ ખાસ ડિઝાઈઅન કરવામાં આવેલી BMW7 કાર વાપરતા હતા. અને હવે આ કાર મોદી વાપરી શકે છે.
BMW7 કારને હાલ સ્પેશિયલ પ્રોટેકશન ગ્રુપ સંભાળી રહ્યું છે. આ કારમાં હજુ થોડા ફેરફાર કરવામાં આવશે અથવા તો મોદીની ઈચ્છા પ્રમાણે વાહન સાવ બદલી કાઢવામાં આવશે હાલ નરેન્દ્ર મોદી મહિન્દ્રા અકોર્પિયો જીપમાં મુસાફરી કરે છે.
મનમોહને જે BMW વાપરી છે તે ક્લાશિનીકોવ બુલેટનો વાર ઝીલી શકે છે. એટલું જ નહી આ કાર સુરંગનો બ્લાસ્ટ પણ સહન કરી શકે તેટલી પાવરફુલ છે . આ કારમાં મિસાઅઈલ અને બોમ્બની જાણકારી આપી શકે તેવા સેંસર્સ પણ લાગેલા છે મોટા સલૂન જેવી આ કારનુ ટાયર ફાટે તો પણ અનેક કિલોમીટર સુધી તે દોડી શકે છે.
આ કારની સુરક્ષાનું એટલું ધ્યાન રખાયું છે કે ગમે તેવા અટેક વચ્ચે પણ તેની ફ્યુઅલ ટેંકમાં આગ લાગી શકતી નથી એટકું જ નહી તેની કેબીન ગેસ પ્રૂફ બનાવી છે અને જો ગેસ-અટેક થાય તો ઓકસીજન સપ્લાય આપોઆપ શરૂ થઈ જાય તેનું પણ ધ્યાન રખાયું છે.
26મી નરેન્દ્ર મોદી તેમની જાણીતી સ્કોર્પિયો કારમાં આવશે પણ વડાપ્રધાન તરીકે શપથ લઈ લીધા
પછી તેમને એસપીજીના કવર નીચે BMW7માં લઈ જવાશે.