દિલ્હીના મુખ્યમંત્રી બન્યા પછી કેજરીવાલનું પ્રથમ ભાષણ...

નવી દિલ્હી. | વેબ દુનિયા| Last Modified શનિવાર, 28 ડિસેમ્બર 2013 (14:08 IST)

P.R
આમ આદમીના પ્રશ્નો પર દિલ્હીની જનતાનુ દિલ જીતનારા અરવિંદ કેજરીવાલે આજે ઈતિહાસ રચ્યો. દિલ્હીના સીએમ પદની શપથ લીધી. શપથ લીધા બાદ તેણે પરંપરાગત રીતે હટીને લોકોને સંબોધિત કર્યા ને ભ્રષ્ટાચાર વિરુદ્ધ વધુ જોશ સાથે લડવાનુ એલાન કર્યુ. તેમણે લાંચ ન લેવાની અને અને લાંચ ન આપવાના સોગંધ પણ લેવડાવ્યા.
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ આજે બપોરે બાર વાગ્યે દિલ્હીના સાતમાં મુખ્યમત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ અન્ય છ લોકો મંત્રી પદે શપથ ગ્રહણ કર્યા હતાં જેમાં મનિષ સિસૌદીયા, રાખી બિરલા, સોમનાથ, સૌરભ, ગિરીશ સોની, સત્યેન્દ્ર જૈનનો સમાવેશ થાય છે.

અરવિંદ કેજરીવાલે ભાષણની શરૂઆત ભારત માતાની જયના નારા સાથે કરી. જેમાં તેમણે કહ્યું હતું કે આજે અરવિંદ કેજરીવાલે શપથ લીધા નથી. પરંતુ દરેક નાગરિકે શપથ લીધા છે. આજે એક ઐતિહાસિક દિવસ છે. પરંતુ આ વખતે દિલ્હીના લોકોએ કરી બતાવ્યું કે ઈમાનદારીથી રાજનીતિ ,ચૂંટણી કરાવી શકાય. આ સાથે દરેકને ધન્યવાદ વ્યક્ત કરીને તેમને આમ આદમી પાર્ટીની જીતને કુદરતોન કરિશ્મો જણાવ્યો હતો. તે સાથે તે પણ ઉમેર્યું હતું કે આ તો હજૂ શરૂઆત છે. લડાઈ હજૂ પણ લડવાની છે. અમારી પાસે બધી જ સમસ્યાનુ ંસમાધાન નથી પરંતુ દિલ્હીના લોકો ભેગા થઈ જાય તો સમાધાન શક્ય છે.
અણ્ણા બાબતે કેજરીવાલે કહ્યું કે અણ્ણાની સ્વાસ્થય સારી ના હોવાને કારણે તેઓ આવી શક્યા નથી,તેમનો શુભકામનાનો સંદેશ મળ્યો છે. ભલે તેઓ શપથવિધિ સમારોહમાં નથી આવી શક્યા, પરંતુ તેમની શુભકામના અમારી સાથે છે.

કેજરીવાલે કહ્યુ કે હુ પરમપિતા, અલ્લાહ, વાહેગુરૂને ધન્યવાદ આપુ છુ. આ જીત કુદરતી કરિશ્મા જેવી લાગે છે. બે વર્ષ પહેલા અમે આવુ વિચારી જ નથી શકતા કે અમે ભ્રષ્ટ પાર્ટીઓને ઉખાડી શકીએ છીએ. હુ ભગવાનનો આભાર માનુ છુ. હજુ તો શરૂઆત છે. અસલી લડાઈ તો હજુ બહુ લાંબી છે. આ લડાઈ અમે 6-7 લોકો નથી લડી શકતા. જો દિલ્હીની દોઢ કરોડ જનતા એક સાથે મળીને લડશે તો જીતશે. બધી સમસ્યાઓનો હલ અમારી પાસે નથી. દોઢ કરોડ મળીને સરકાર બનાવીશુ અને ચલાવીશુ. અઢી વર્ષ પહેલા અમે લોકો એકત્ર થયા હતા જ્યારે અણ્ણા 13 દિવસના અનશન પર બેસ્યા. બે વર્ષમાં શુ થયુ. એ સ્પષ્ટ થઈ ગયુ કે દેશની રાજનીતિ બદલવી પડશે. અણ્ણા કહેતા હતા કે રાજનીતિ કીચડ છે, તો મે તેમને સમજાવતો હતો કે આપણે કીચડમાં ઘુસવુ પડશે અને સાફ કરવી પડશે.
ધારાસભ્યોમાં અભિમાન ન આવવુ જોઈએ

કેજરીવાલે કહ્યુ કે હુ બધા ધારાસભ્યોને નિવેદન કરુ છુ કે મંત્રીપદ, ધારાસભ્યોને ઘમંડ ન આવવો જોઈએ. આજે આપ પાર્ટી બીજી પાર્ટીઓ નુ ઘમંડ તોડવા માટે બની છે. ક્યાક એવુ ન થાય કે કોઈ બીજી પાર્ટી અમારુ ઘમંડ તોડવા માટે ઉભી થઈ જાય. આપણે જીવનમાં સેવાભાવ ક્યારેય ન ભૂલવો જોઈએ. દિલ્હીની જનતાએ મળીને ભ્રષ્ટ, સાંપ્રદાયિક તાકતોને લલકારી છે. તે લોકો અડચણો મુકશે. મને વિવિધ સમાચાર મળી રહ્યા છે. પણ સરકારનો રસ્તો સહેલો નથી. અમારા પર ખૂબ મોટી જવાબદારી છે. પણ જે રીતે દિલ્હીના લોકોની આશાઓ વધી ગઈ છે તો ભય પણ લાગે છે. પણ ઈશ્વરને પ્રાર્થના કરુ છુ કે અમને સદ્દબુદ્ધિ આપે.
કેજરીવાલે કહ્યુ કે અમે અહી પૈસા કમાવવા નથી આવ્યા. અમને વિશ્વાસમતની ચિંતા નથી. બીજી પાર્ટીયોમાં તોડફોડ ચાલી રહી છે. જ્યારે અન્ના હજારે અહી આવ્યા હતા ત્યારે લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ગયા વર્ષે જ્યારે કેસ થયો તો આખો દેશ રસ્તા પર આવી ગયો હતો. મને આશા છે કે આવનારા 5 વર્ષમાં દેશ ફરી સોને કી ચિડિયા તરીકે ઓળખાશે.


આ પણ વાંચો :