ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 25 ડિસેમ્બર 2008 (11:15 IST)

દ્વીતીય ચંદ્રયાનનું પ્રક્ષેપણ 2012માં

ભારત ચાંદ પર પોતાનું બીજુ મીશન 2012માં મોકલશે અને આ મિશનમાં ચંદ્ર પરના નમુનાઓને લાવવામાં આવશે.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના અધ્યક્ષ જી. માધવન નાયરે બુધવારે ચંદ્રયાન એકની ટીમને અભિનંદન સમારોહ દરમિયાન કહ્યું હતું કે ચંદ્રયાન-દ્વિતિયની ડિઝાઈન તૈયાર થઈ ગઈ છે અને 2012 સુધી આને પ્રક્ષેપિત કરવાની યોજના છે.

ઈસરોના પ્રમુખે કહ્યું હતું કે તેમનું સંગઠન પોતાની વાણિજ્ય વિંગના માધ્યમથી દરેક વર્ષે 1000 કરોડની આવક કરી રહ્યું છે અને તેમાં 20 ટકા વર્ષના વધવાની આશા છે.