ન્યાયાધીશોના પગારમાં વધારો

નવી દિલ્હી| વેબ દુનિયા| Last Modified બુધવાર, 25 ફેબ્રુઆરી 2009 (10:21 IST)

સુપ્રીમકોર્ટ અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓના પગારમાં ત્રણગણો વધારો કરવામાં આવ્યો છે. આ સંદર્ભે સરકારે આજે એક બીલને મંજુરી આપતા આ વધારો અમલી બનશે.

સુપ્રીમકોર્ટ અને હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ (પગાર અને નોકરીની સ્થિતિ) વિષયક વિધેયક-2008 રાજયસભા દ્વારા પસાર કરી દેવામાં આવ્યું હતું. જયારે લોકસભાએ પણ તે ગત સપ્તાહે મંજુર કરી દીધું છે.

આ બીલમાં દેશના મુખ્ય ન્યાયમૂર્તિઓનો પગાર 33000 થી વધારી એક લાખ, જયારે સુપ્રીમના અન્ય ન્યાયમૂર્તિઓનો પગાર 30000 થી વધારી 90000 પ્રતિમાસ કરાશે.
હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિઓનો પગાર 30,000 પ્રતિ માસથી વધારીને 90,000 રૂપિયા જયારે હાઈકોર્ટના અન્ય ન્યાયમૂર્તિઓનો પગાર 26,000થી વધારીને 80,000 પ્રતિમાસ કરાયો છે. આ અંગેની ચર્ચામાં ભાગ લેતા કાનૂન મંત્રી એચ.આર. ભારદ્વાજે જણાવ્યું હતું કે, ન્યાયમૂર્તિઓ જે કામ કરી રહ્યા છે તેને પગારના મૂલ્યથી માપી ન શકાય.

તેમણે ઊમેર્યું હતું કે, જાહેર કર્મચારીઓના પગારમાં છઠ્ઠા પગારપંચની ભલામણથી વધારો કરાયો હતો તે જ રીતે ન્યાયાધીશોના પગારમાં પણ વધારો કરવો જરૂરી હતો.


આ પણ વાંચો :