ન્યુકડીલ બાબતે મનમોહન સોનિયાની મુલાકાત

નવી દિલ્હી| ભાષા| Last Modified શનિવાર, 30 ઑગસ્ટ 2008 (19:29 IST)

પ્રધાનમંત્રી મનમોહનસિંહે વિયેનામાં પરમાણુ આપૂર્તિકર્તા દેશોનાં સમૂહ એનએસજીની બેઠક પૂર્વે પરમાણુ મુદ્દા પર કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે ચર્ચા વિચારણા કરી હતી.

આ બેઠકમાં વિદેશમંત્રી પ્રણવ મુખર્જી અને કોંગ્રેસ અધ્યક્ષનાં રાજનીતિક સચિવ અહમદ પટેલ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે અમેરિકા તરફથી તૈયાર થયેલા મુસદ્દા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે સુધારેલા મુસદ્દાને ચાર અને પાંચ સપ્ટેમ્બરનાં રોજ એનએસજીની બેઠકમાં રજુ કરવામાં આવશે.

આ પહેલાં મનમોહનસિંહ, રાષ્ટ્રીય સલાહકાર એમ કે નારાયણન અને પરમાણુ ઉર્જા આયોગનાં અધ્યક્ષ અનિલ કાકોડકરે પણ આ મુદ્દે ચર્ચા કરી ચુક્યાં છે. સુત્રોનાં જણાવ્યાનુસાર ભારત આ મુસદ્દામાં ઓછામાં ઓછા ફેરફારની આશા રાખે છે.


આ પણ વાંચો :