બે મહિનાથી ફરાર બળાત્કારના આરોપી નારાયણ સાંઈની ધરપકડ

નવી દિલ્હી. | વેબ દુનિયા| Last Modified બુધવાર, 4 ડિસેમ્બર 2013 (10:26 IST)

P.R
સૂરતની કે મહિલા સાથે બળાત્કારના આરોપમાં ફરાર થયેલા નારાયણ સાંઈને દિલ્હી-હરિયાણાની બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવ્યા છે. આસારામ બ આપૂના પુત્ર નારાયન સાંઈ વેશ બદલીને રહી રહ્યા હતા. તેઓ લગભગ બે મહિનાથી ફરાર હતા.
નારાયણ સાંઈને કોર્ટે ભગોડા જાહેર કર્યા હતા અને ગુજરાત સહિત અન્ય રાજ્યોની પોલીસ તેમની શોધ કરી રહી હતી.

સૂરત સ્થિત બે બહિનો તરફથી આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈ પર યૌન ઉત્પીડના આરોપ પછી સૂરત પોલીસે જહાંગીરપૂરા પોલીસ મથમમાં 6 ઓક્ટોબરના રોજ બંને વિરુદ્ધ એક એફઆઈઆર નોંધાવી હતી. બંને બહેનોમાં નાની બહેને સાંઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે સાંઈએ 2002થી 2005 દરમિયાન સૂરત આશ્રમમાં યુવતીનુ સતત યૌન શોષણ કર્યુ.
સૂરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં બે ફરિયાદ નોંધાવ્યા પછી આસારામ વિરુદ્ધ ફરિયાદને અમદાવાદના ચાંદખેડા પોલીસ મથકમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યો છે. કારણ કે કથિત ઘટના એ જ વિસ્તારમાં થઈ હતી. બંને બહેનોમાંથી મોટીએ આસારામ પર 1997થી 2006 દરમિયાન સતત યૌન ઉત્પીડનો આરોપ લગાવ્યો. એ સમયે તે અમદાવાદ શહેરના બહારી વિસ્તારમાં આશ્રમમાં રહી રહી હતી. રાજસ્થાનના પોતાના જોઘપુર આશ્રમમાં એક કિશોરીના યૌન ઉત્પીડન કરવાના આરોપમાં 72 વર્ષીય આસારામને ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવ્યા અને હવે તે જેલમાં છે.


આ પણ વાંચો :