માં દૂર્ગાના દરબારમાં બિગ બી

મુંબઈ | ભાષા| Last Modified રવિવાર, 27 સપ્ટેમ્બર 2009 (12:21 IST)

સ્ટાર્સની ઈશ્વર પ્રત્યેની આસ્થાને પગલે મહાઅષ્ટમીના પ્રસંગે માં દુર્ગાના દરબારે હાજરી આપવાનો સિલસિલો યથાવત રહ્યો. બિગ બી બચ્ચન, રાની મુખર્જી, કાજોલ, બપ્પી લહેરી સહિતે કેટલાયે ફિલ્મ સ્ટારોએ માં દુર્ગાના દરબારમાં હાજરી આપી.

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો પૂરો પરિવાર માં દૂર્ગાના દર્શન માટે ખારના દુર્ગા પંડાલે પહોંચ્યો. બિગ બી સાથે જયા બચ્ચન, અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય સહિત શ્વેતા નંદા પણ હાજર રહી.

અભિનેત્રી કાજોલે પણ પોતાની પુત્રી સાથે પૂજા-પંડાલમાં પહોંચીને માં દુર્ગાના દર્શન કર્યાં. દેવી દર્શન બાદ માતા પુત્રીએ પંડાલમાં મોજૂદ લોકોને ભોજન પણ પિરસ્યું.
ખ્યાતનામ સંગીતકાર બપ્પી લહેરીએ પણ માં દૂર્ગાના દરબારમાં પહોંચીને પોતાની પત્ની સાથે હાજરી પૂરાવી. ફિલ્મ હડ્ડિપ્પાથી પડદા પર પોતાનો જલવે વિખેરી ચૂકેલી રાની મુખર્જી પણ મહાગૌરીની આરાધના માટે દેવીના દરબાર પહોંચી.


આ પણ વાંચો :