મા કહે છે સત્તા ઝેર સમાન, દીકરો ગામ ગામ જઈને માંગી રહ્યો છે - મોદી

ભીકા શર્મા| Last Modified સોમવાર, 29 એપ્રિલ 2013 (12:07 IST)

P.R
ગુજરાતના મુખ્યમંત્રી મોદીએ બેગલુરૂએ પોતાની એકમાત્ર ચુનાવી રેલીનું આયોજન કર્યુ. મોદીએ યુપીએ ચેયરપર્સન સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યુ કે તેઓ ગામ ગામ ફરીને સત્તા માંગી રહ્યા છે. બીજુ બાજુ કહેવાય રહ્યુ છે કે કર્ણાટકમાં બીજેપીની કફોડી હાલતને જોતા મોદીએ વધુ સભાઓ ન કરવાનો નિર્ણય કર્યો.

સોનિયા-રાહુલ પર નિશાન તાક્યુ

કર્ણાટકમાં પોતાની એકમાત્ર રેલીમાં ગુજરાતના મુખ્યમંત્રી મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યુ. પરિયારબાદનો આરોપ લગાવ્યો. રાહુલ પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે કોંગ્રેસ વિશ્વાસને લાયક નથી. મોદીએ લોકોને એકવાર કર્ણાટકમાં બીજેપીને જીતાડવાની અપીલ કરી. ગુજરાતના મુખ્યમંત્રી મોદીએ કહ્યુ કે આપણા લોકોનો એક સંસ્કાર હોય છે. મા જે કહે છે તેને આપણે માનીએ છીએ. પણ કોંગ્રેસમાં મા કહે છે કે બેટા છે, પણ પુત્ર કર્ણાટકમાં ફરી ફરીને કહે છે કે અમને સત્તા આપો
મોદી નથી ઈચ્છતા જોખમ લેવા

મોદીના આ તીખા અંદાજ વચ્ચે સવાલ એ ઉભો થાય છે કે તેઓ કર્ણાટકમાં એક જ રેલી કેમ કરી રહ્યા છે. મોદીએ કર્ણાટકથી જાણી જોઈને અંતર રાખ્યુ છે. બીજી બાજુ બીજેપીની હાલત પહેલાથી જ ખરાબ છે. અને મોદી પોતાના મિશન 2014 પર કર્ણાટકની હારનો પડછાયો પડવા દેવા માંગતા નથી. કર્ણાટક બીજેપીની ઈચ્છા હતી કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મોદી ઓછામાં ઓછી એક ડઝન રેલીઓ સંબોધિત કરે. પણ મોદી જોખમ લેવા માંગતા નથી. તેથી તેમણે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 140 ઉમેદવાર નક્કી કરવા માટે બીજેપી ચૂંટણી સમિતિની બેઠકથી પણ દૂર રહેવુ યોગ્ય લાગ્યુ.
અત્રે એ ઉલ્લેખનીય છે કે બીજેપીની પાંચ વર્ષની સરકારમાં ગોટાળા અને ગુટબાજી ને કારણે સત્તા વિરોધી લહેર ચરમસીમા પર છે. મોદીના ધુંઆધાર પ્રચારમાં પાર્ટી વિરુદ્ધ વોટોનુ ધુર્વીકરણનુ પણ સંકટ છે. જેમા મોદીને ભય છે કે બીજેપી હારી તો તેમની છબિ કમજોર પડશે. બીજી બાજુ કર્ણાટકમાં પોતાની જીતની શક્યતાથી ઉત્સાહિત કોંગ્રેસ મોદી મુદ્દાને મહત્વ નથી આપી રહી.


આ પણ વાંચો :