મંગળવાર, 1 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 11 સપ્ટેમ્બર 2013 (14:22 IST)

રાહુલ ગાંધી આજે ઉદયપુરમાં કોંગ્રેસના ચુંટણી અભિયાનની શરૂઆત કરશે

P.R
રાહુલ ગાંધી પોતાની પાર્ટીના શાસનવાળા રાજસ્થાનમાં બુધવારે ઉદયપુર ખાતે ખેડૂતો અને જનજાતિની એક રેલીને સંબોધન કરી કોંગ્રેસના ચુંટણી અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી બે રેલી કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ ચૂંટણી સમતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીની જયપુર રેલીના એક દિવસ પછી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશના બે પ્રમુખ પક્ષો દ્વારા ચૂંટણી લક્ષી રેલીના આયોજન માટે રાજસ્થાનને પસંદ કર્યું છે. ભાજપના સ્ટાર પ્રચારક અને પીએમ પદના દાવેદાર ગણાતાં ગુજરાતના મુખ્યમંત્રીએ એક દિવસ અગાઉ જયપુર ખાતે એક રેલીને સંબોધી હતી. જ્યારે આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા કોંગ્રેસના પીએમ પદના યોગ્ય દાવેદાર તરીકે ગણાતા રાહુલ ગાંધી આજે આદિવાસી વિસ્તારોમાં ચૂંટણી રેલીની શરૂઆત કરશે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ઉદયપુરના સલૂમ્બર અને બારાં વિસ્તારોમાં રેલીનું સંબોધન કરશે. જ્યાં 2008માં કોંગ્રેસે વિધાનસભામાં 35માંથી 24 સીટ પર વિજય મેળવ્યો હતો.