વર્ષનુ પ્રથમ સૂર્યગ્રહણ આજે

ભાષા| Last Modified મંગળવાર, 4 જાન્યુઆરી 2011 (11:39 IST)

બપોર પછીથી શરૂ થનારુ સૂર્ય ગ્રહણને ભારતના ઘણા ભાગોમાં જોઈ શકશે. મંગળવાર આ વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ દેશના પશ્ચિમોત્તર ભાગમાં જ્યા જ્યા દેખાશે ત્યાં જ લાગૂ થશે, દેશના બાકી ભાગોમાં સૂતક લાગૂ નહી થાય. આ ખગોળીય ઘટનાના ચરમ સ્તર પર ચંદ્રમાં, સૂર્યના 18.30 ટકા ભાગને ઢાંકી દેશે.

મંગળવારે પડનારુ નૈનીતાલ, અલ્મોડા, મુરાદાબાદ, મુજફ્ફરનગર, રામપુર, બુલંદશહેર, અલવર, જયપુર, દૌસા,અજમેર, પાલી, જાલૌર, બાડમેર, માઉંટ આબૂ, ભૂજ, દ્વારકા સહિત બીજા અન્ય શહેરોમાં પણ દેખાશે. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે સૂર્યગ્રહણનો સૌથી દિલચસ્પ નજારો શ્રીનગરમાં દેખાશે.
ભારતમાં આંશિક સૂર્યગ્રહણ બપોરે 12.10થી દેખાવવાનુ શરૂ થશે અને સાંજે 4.30 સુધી દેખાશે. રાજધાની દિલ્લીમાં ગ્રહણ બપોરે 3.12 મિનિટથી શરૂ થઈને 3.52 મિનિટ સુધી રહેશે. અન્ય શહેરોમાં આનો સમય ઓછો અને વધુ દેખાશે.


આ પણ વાંચો :