વોટ્સ અપ દ્વારા નોકરાણીએ લાખોની ચોરી કરી

વેબ દુનિયા| Last Modified શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2014 (16:05 IST)

P.R
દ્વારા એક નોકરાણીએ પોતાના માલિકને લાખો રૂપિયાનો ચૂનો લગાવી દીધો. પંજાબના લુધિયાનામાં નોકરાણી ઉષાએ લોખંડ વેપારી વિમલ કુમારના ઘરમાં સભ્યોની ગેરહાજરીમાં ફ્કત 47 મિનિટમાં લાખોના સોના અને હીરાના ઘરેણા ચોરી લીધા. આ ગેંગ આ રીતે શહેરના બે અન્ય ઘરોમાં પણ ચોરી કરી ચુકી છે.

એક છાપામાં છપાયેલ સમાચાર મુજબ નોકરાણીએ પોતાના સાથીઓ સાથે મળીને ચોરીનો પ્લાન બનાવ્યો. ઉષાએ સાબુ પર વેપારીના ઘરની તિજોરીની ચાવીના નિશાન લીધા અને નકલી ચાવી બનાવવા માટે વોટ્સએપ દ્વારા મિત્રોને ફોટો મોકલી આપ્યો.

આ સમગ્ર મામલામાં તિજોરી તૂટી નહોતી, તેથી પરિવારના લોકોને ઘટનાની જાણ બે દિવસ પછી થઈ. જ્યારે તિજોરી ખોલવામાં આવી. ઘરના લોકોએ પોલીસને આ અંગે ફરિયાદ કરી તો તપાસમાં ચોરી કેવી રીતે કરવામાં આવી તે પ્લાનની ચોખવટ થઈ.


આ પણ વાંચો :