શનિવારે શુક્ર-ચંદ્રનું મિલન

નવી દિલ્હી | ભાષા| Last Modified શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (16:37 IST)

ખગોળપ્રેમીઓ માટે શનિવાર સાંજે વિશિષ્ટ રહેશે, કારણ કે સર્વાધિક પ્રકાશિત એક શુક્ર ચંદ્રમાની તદ્દન નજીક પહોચી જશે.

શનિવારે સાંજે સૂર્યાસ્ત બાદ દક્ષિણ પશ્ચિમ આકાશમાં ચંદ્રમા અને શુક્રની યુતિ બનશે. પશ્ચિમી સભ્યતામાં શુક્ર ગ્રહને પ્રેમની દેવી માનવામાં આવે છે. આ અવકાશીય નજારો ખુલ્લી આંખે જોઈ શકાશે.

નહેરૂ તારામંડળનાં નિર્દેશક એન.રત્નશ્રીનાં જણાવ્યા મુજબ આ બંને યુતિને કારણે શુક્ર ગ્રહને દિવસનાં સમયે પણ જોઈ શકાશે. આ દ્રશ્ય વિશ્વમાં ક્યાંય પણ જોઈ શકાશે.


આ પણ વાંચો :