સોશિયલ મીડિયા બતાવશે કે કોણ બનશે પ્રધાનમંત્રી ?

વેબ દુનિયા| Last Modified શુક્રવાર, 12 એપ્રિલ 2013 (12:02 IST)
P.R
રાજગમાં નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી પર પર દાવેદારીને લઈને જંગ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસમાં પણ રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી બનાવવાની ચર્ચા જોરો પર છે. પણ દેશનો આગામી પ્રધાનમંત્રી કોણ હશે તેનો નિર્ણય તો સોશિયલ મીડિયા જ કરશે.
આઈઆરઆઈએસ જ્ઞાન ફાઉંડેશન અને ભારતીય ઈંટરનેટ અને મોબાઈલ સંઘના અભ્યાસમાં એવુ કહેવામાં આવ્યુ છે કે આગામી સામાન્ય ચૂંટણીમાં સોશિયલ મીડિયા લોકસભાની 543 સીટમાંથી 160 મુખ્ય સીટો (હાઈ ઈફેક્ટ સીટ્સ) પર ચૂંટણી પરિણામને પ્રભાવિત કરી શકે છે.

જેમાથી મહારાષ્ટ્રની સૌથે વધુ પ્રભાવશાળી 21 સીટ અને ગુજરાતની 17 સીટનો સમાવેશ છે. ઉત્તરપ્રદેશમાં આવી સીટોની સંખ્યા 14, કર્ણાટકમાં 12, તમિલનાડુમાં 12, આંધ્ર પ્રદેશમાં 11 અને કેરલમાં 10 છે.

અભ્યાસના મુજબ મધ્યપ્રદેશમાં આવી સીટોની સંખ્યા 9 જ્યારે કે દિલ્હીમાં સાત છે. હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં આવી સીટોની સંખ્યા પાંચ પાંચ છે. બિહાર, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં આવી ચાર ચાર સીટો છે.

આગળ વાંચો : શુ છે હાઈ ઈમ્પૈક્ટ સીટઆ પણ વાંચો :