હામીદ કરજાઈ ભારતની મુલાકાતે

વાર્તા|

અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ હામીદ કરજાઈ બે દિવસની ભારતની મુલાકાતે રવિવારે રાત્રે દિલ્હી આવી પહોચ્યા છે.કરજાઈનું સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં પારંપરિક રૂપે સ્વાગત કરાયું હતું. કરજાઈ શ્રીલંકામાં યોજાયેલા સાર્ક શિખર બેઠકમાં ભાગ લઈને સીધા દિલ્હી આવી પહોચ્યા છે.

આ પ્રવાસ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, ઉપરાષ્ટ્રપતિ હામીદ અંસારી, યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, વિદેશ મંત્રી પ્રણવ મુખર્જી અને વિપક્ષ નેતા લાલકૃષ્ણ આડવાણી સાથે મુલાકાત કરશે.

તેમજ બંને દેશો વચ્ચે વિકાસ અને પરસ્પર સહકાર અંગે વાતચીત કરવામાં આવશે. તથા તાજેતરમાં કાબુલની ભારતીય દુતાવાસ પર થયેલા આતંકી હુમલા અંગે પણ ચર્ચા કરવામાં આવશે.


આ પણ વાંચો :