હું પાકિસ્તાની આતંકવાદી છુ-કસાબ

પાક. ઉચ્ચાયોગને આતંકીનો પત્ર સોંપાયો

નવી દિલ્હી | વાર્તા| Last Modified મંગળવાર, 23 ડિસેમ્બર 2008 (10:11 IST)

મુંબઈ આતંકવાદી હુમલામાં જીવતો બચેલો આતંકવાદી મોહમ્મદ અઝમલ અમીર કસાબનાં એક પત્રને સોમવારે સાંજે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન ઉચ્ચાયોગને સોંપવામાં આવ્યો હતો.

નવી દિલ્હીમાં પાકિસ્તાનનાં કાર્યવાહક રાજદૂતને આજે વિદેશ મંત્રાલયમાં બોલાવાયા હતા અને કસાબનો પત્ર સોપાયો હતો. કસાબ હાલ મુંબઈ પોલીસની કસ્ટડીમાં છે.

વિદેશ મંત્રાલયનાં જણાવ્યા મુજબ કસાબે પોતાનાં પત્રમાં જણાવ્યું છે કે તે અને મૃત્યુ પામેલા આતંકવાદીઓ પાકિસ્તાનીનાં નાગરિક છે. તેણે પાકિસ્તાની રાજદૂતને મળવાની પણ રજૂઆત કરી છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં 26 થી 29 નવેમ્બર દરમિયાન થયેલા આતંકવાદી હુમલામાં નવ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાં કસાબ જીવતો પકડાઈ ગયો હતો. તેથી ભારતમાં હુમલો કરવામાં પાકિસ્તાનની સંડોવણીનો ભારત પાસે પુરાવો છે. જો કે પાક. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સહિત બીજા પાક. નેતા કસાબનાં પાકિસ્તાની હોવા અંગે આનાકાની કરે છે.

તો બીજી બાજુ ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે સરકારની આલોચના કરતાં જણાવ્યુ હતું કે કસાબ પાકિસ્તાની હોવા અંગેની હકીકત છુપાવવામાં આવી છે.


આ પણ વાંચો :