હું રાજીનામું નહીં આપુ - ચાવલા

PIB

ચૂંટણી કમિશ્નરના હોદ્દા પરથી દુર કરવા માટે મુખ્ય ચૂંટણી કમિશ્નર ગોપાલસ્વામી દ્વારા કરાયેલી ભલામણ અંગે નવિન ચાવલાએ કહ્યું હતું કે, હું હોદ્દા પરથી રાજીનામું નહીં આપું.

દેશના ઇતિહાસમાં પ્રથમ વાર ઉઠેલા વિવાદ અંગે આજે મીડિયા સાથે વાત કરતાં ચૂંટણી કમિશ્નર નવિન ચાવલાએ કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશ્નર ગોપાલસ્વામી દ્વારા લખાયેલી ચીઠ્ઠી અંગે હુ અજાણ છે. જોકે તેમના દ્વારા કરાયેલી આ ભલામણ મામલે તેઓ રાજીનામું આપશે નહીં.

નવી દિલ્હી| વેબ દુનિયા|
અત્રે ઉલ્લેખનિય છે કે, મુખ્ય ચૂંટણી કમિશ્નર ગોપાલસ્વામીએ રાષ્ટ્રપતિને એક ચીઠ્ઠી લખી ભલામણ કરી છે કે, ચૂંટણી કમિશ્નર નવિન ચાવલા નિષ્પક્ષ નથી અને તેઓને તેમના હોદ્દા પરથી દુર કરવા જોઇએ.


આ પણ વાંચો :