જમ્મુમાં આતંકવાદીઓ ઘુસ્યાઃ ત્રણનાં મોત

જમ્મુ| વેબ દુનિયા|

જમ્મુ શહેરમાં બુધવારે સવારે ત્રણ આતંકવાદીઓએ અંધાધુધ ફાયરીંગ કર્યું હતું. જેમાં ચાર લોકોનાં મોત થઈ ગયા હતાં. મૃત્યુ પામેલાઓમાં સેનાનાં એક સીજીઓનો પણ સમાવેશ થાય છે.

આતંકવાદીઓએ સવારે 5.45 વાગે ખાખી ડ્રેસમાં રીક્ષામાં શહેરમાં ઘુસી આવ્યા હતાં. અને, ચિન્નૌર વિસ્તારમાં ફાયરીંગ શરૂ કરી દીધું હતું. તેમની પાસે એકે 47 જેવાં અત્યાધુનિક હથિયારો હતાં.

આતંકવાદીઓએ શહેરની ગીચ વસ્તી ધરાવતાં વિસ્તારમાં એક ઘરમાં ઘુસી ગયા હતાં. તેમજ તેમણે ઘરનાં કેટલાંક લોકોને બંધક બનાવી દીધા છે.
આતંકવાદી શહેરમાં ઘુસી આવ્યાનાં સમાચાર મળતાં સેના અને પોલીસ સમગ્ર જમ્મુ શહેરમાં રેડએલર્ટ જાહેર કરી દીધું છે. અને, આતંકવાદીઓને પકડી પાડવા સેનાએ અભિયાન શરૂ કર્યું છે. તેમજ સેના અને આતંકવાદીઓ વચ્ચે ફાયરીંગ ચાલુ છે.

ગોળીબારીની આડમાં આતંકીઓ ઘુસાડાયા...


આ પણ વાંચો :