બિહાર બીજેપી મંત્રીઓએ નીતીશ કુમારને મળવાની ના પાડી

પટના. | વેબ દુનિયા|

P.R
જેડીયૂ અને બીજેપીની વચ્ચે સંબંધોમાં હવે માત્ર ઔપચારિકતા જ બચી છે. અને ત્યા રાજનીતિક ગરમાગરમી ચરમ સીમા પર પહોંચી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આજે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ઉપ મુખ્યમંત્રી અને બીજેપી નેતા સુશીલ કુમાર મોદી અને બીજેપી કોર્ટને મંત્રી નંદકિશોર યાદવને ફોન કરી મુલાકાત માટે બોલાવ્યા હતા,પણ આ બંનેયે મળવાની ના પાડી દીધી.


આ નેતાઓએ કહ્યુ કે તેમણે દિલ્હી મતલબ બીજેપીના વડા પાસેથી આ વિશે કોઈ આદેશ નથી મળ્યો અને આ તેમનો વ્યક્તિગત મુદ્દો છે. સાથે જ તેમનુ કહેવુ છે કે જ્યારે નીતિશે ગઠબંધન તોડવાનુ મન બનાવી જ લીધુ છે તો તેમને મળવાનો હવે કોઈ મતલબ નથી.

નરેન્દ્ર મોદીને આગામી લોકસભા ચૂંટણીમાં પ્રચાર અભિયાન સમિતિના પ્રમુખ બનાવાયા પછી બીજેપી અને જેડીયૂનુ અલગ થવુ નક્કી છે. અને સૂત્રોના મુજબ નીતિશની પાર્ટીની તરફથી રૈવિવારે તેની ઔપચરિક જાહેરાત કરવામાં આવી શકે છે.
આ મુદ્દે ચર્ચા માટે નીતીશ કુમારે પટના સ્થિત પોતાના રહેઠાણ પર શુક્રવારે જેડીયૂ અને કોર ગ્રુપની સાથે બેઠક કરી. નીતિશે ગઠબંધન પર નિર્ણય કરવા માટે આજે જેડીયૂના બધા વિધાયકોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં શરદ યાદવ પણ હાજર રહેશે.

શુક્રવારે કટિહાર જિલ્લામાં પોતાની સેવા યાત્રા પૂરી કરી પટના પરત ફરેલા નીતિશને આ પૂછતા કે બીજેપી સાથે 17 વર્ષ જૂની તેમની દોસ્તી શુ હવે તૂટવાની છે. તો તેમણે કહ્યુ કે, હવે જે પરિસ્થિતિ છે તે મુશ્કેલ છે અને આ મુશ્કેલ પરિસ્થિતિમાં શુ કરવુ એ નિર્ણય કરવાનો છે. નીતીશે વર્તમાન પરિસ્થિતિને એક શાયરીના અંદાજમાં કહ્યુ, 'દુઆ કરતે હૈ જીને કી, દવા કરતે હૈ મરને કી, દુશવારી કા સબબ યહી હૈ.'
બીજેપીની હવે કોશિશ એ રહેશે કે ગઠબંધન તૂટવાની પરિસ્થિતિમાં પણ તેના જેડીયૂ સાથે સંબંધો કાયમ રહે. આ જ કારણ છે કે બીજેપી સતત ગઠબંધન તૂટવમાં પોતાની ભૂમિકાથી બચી રહી છે. જેડીયૂના નેતાઓના ઘણા નિવેદનો છતા બીજીપી નેતા બિહારના જનાદેશનુ સન્માન કરવાની વાત કરી રહી છે. શુક્રવારે જ્યારે નીતિશ કુમારને એ પૂછવામાં આવ્યુ કે શુ હવે બીજેપી-જેડીયૂના 17 વર્ષ જૂના સંબંધો તૂટી જશે તો તેમને કહ્યુ કે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે અને આ પરિસ્થિતિમાં શુ કરવુ જોઈએ એ બધા મળીને બેઠકમાં નક્કી કરશે.


આ પણ વાંચો :