દાદી-પપ્પાને માર્યા મને પણ મારી નાખશે - રાહુલ ગાંધી

ચુરીની રેલીમાં રાહુલ ગાંધી

ચુરુ| વેબ દુનિયા| Last Modified બુધવાર, 23 ઑક્ટોબર 2013 (15:22 IST)
P.R
.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં કોંગ્રેસના ચુંટણી અભિયાનની શરૂઆત કરતા ચુરુમાં બીજેપી પર જોરદાર હુમલો બોલ્યો. રેલીમાં તેમણે દાદી ઈન્દિરા ગાંધીની હત્યાની સ્ટોરી સંભળાવતા ઈમોશનલ કાર્ડ ખોલ્યુ અને કહ્યુ કે બીજેપી રાજનીતિક લાભ માટે દિલ દુ:ખાવે છે અને હિન્દુ મુસ્લિમોને લડાવે છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે દેશની ભાગલા પાડો રાજ કરોની રાજનીતિ કરનારા લોકોએ મારી દાદી અને પપ્પાને માર્યા અને એક દિવસ મને મારી નાખશે, પણ હું ગભરાતો નથી.

રાજસ્થાનમાં એક ડિસેમ્બરના રોજ થનાર વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાહુલ ગાંધીની આ પ્રથમ યાત્રા છે. રાહુલ ગાંધી વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા ઉદયપુર અને કોટામાં રેલી સંબોધિત કરી ચુક્યા છે. તેઓ આજે ચુરુ પછી અલવર જીલ્લાના ખેડલી ગામમાં લોકોને ભાષણ આપશે.

રાહુલે રેલીમાં સૌ પહેલા કહ્યુ, 'તેઓ આજે પોતાની માતાની નહી પણ પોતાની સ્ટોરી સંભળાવશે. માતાએ કહ્યુ કે તુ તારી સ્ટોરી કહે. કોંગ્રેસ ઉપાધ્યક્ષે પોતાના બાળપણનો ઉલ્લેખ કરતા કહ્યુ કે 'મારા પિતા મારી અને મારી બહેન માટે ઘરમાં કાયદો બનાવતા હતા. હુ જ્યારે કાયદો તોડતો તો મારી દાદી મને પપ્પાથી બચાવતી હતી. પાલકનું શાક મને નહોતુ ગમતુ અને જ્યારે ઘરમાં પાલકનું શાક બનતુ ત્યારે મારી દાદી છાપુ ખોલતી અને હુ એની આડમાં પાલક તેમની થાળીમાં નાખી દેતો હતો.'
રાહુલ ગાંધીએ ઈન્દિરા ગાંધીના હત્યારા બેઅંત સિંહ અને સતવંત સિંહ વિશે પણ વાત કરી. તેમણે કહ્યુ, 'હું તેમની પાસે બેંડમિંટનની રમત શીખતો હતો. એક દિવસ બગીચામાં બેઅંત સિંહે મને પૂછ્યુ, 'તારી દાદી ક્યા સુએ છે ? શુ તેમની ત્યા પૂર્ણ સુરક્ષા છે ? આ પ્રશ્ન મને ગમ્યો નહી, મે જવાબ ટાળી દીધો. પછી તેણે મને કહ્યુ કે જો તારી પર કોઈ બોમ્બ ફેંકે તો તુ આ રીતે સૂઈને પોતાનો બચાવ કરજે. મને અ બંને વાતો એ સમયે સમજાઈ નહી. ઘણા વર્ષ પછી મને જાણ થયુ કે તે બંને દિવાળીના દિવસે મારી દાદી પર હુમલો કરવા માંગતા હતા.

રાહુલે કહ્યુ, 'મારા મનમાં બેઅંત અને સતવંત વિરુદ્ધ ઘણા સમય પછી પણ ગુસ્સો હતો. હુ મારી દાદીની મોતને ભૂલી નથી શકતો. ગુસ્સો આવતા એકાદ ક્ષણ લાગે છે પણ તે પૂરો થતા વર્ષો લાગી જાય છે.' કોંગ્રેસ ઉપાધ્યક્ષે કહ્યુ કે મે તેથી જ બીજેપીની રાજનીતિ વિરુદ્ધ છુ. હુ હાલ મુજફ્ફરનગર ગયો હતો, ત્યા મુસલમાનો, હિંદુઓના દુ:ખમાં મે મારુ દુ:ખ અનુભવ્યુ. રાહુલે કહ્યુ કે બીજેપી હિન્દુ-મુસ્લિમને લડાવે છે. દેશમાં ભાગલા પાડનારાઓએ મારી દાદીને માર્યા, મારા પપ્પાને માર્યા અને એક દિવસ મને પણ મારી નાખશે પણ મને કોઈ ફરક નથી પડતો.


આ પણ વાંચો :