આવતી કાલે જાહેર થશે ચૂંટણી !

નવી દિલ્હી | વેબ દુનિયા| Last Modified શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (11:42 IST)

દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ગોઠવાઇ રહ્યો છે. ચૂંટણી ક્યારે થશે એને લઇને ભારે ઉત્સુકતા પેદા થઇ છે ત્યારે આવતીકાલે આ ચૂંટણી જાહેર કરવામાં આવશે એવુ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

સુત્રોએ વધુમાં જણાવ્યું કે, ચૂંટણી જાહેર થનાર હોઇ પ્રધાનોને પહેલાથી જ કહી દેવામાં આવ્યું છે કે પોતાના જરૂરી વિભાગના કામો પુરા કરી દો. અત્રે ઉલ્લેખનિય છે કે, રવિવારે આ ચૂંટણીની જાહેરાત થાય એ અટકળ પાકી હોવાનું માનવું માનવામાં આવે છે કે, ગત 13મી અને 14મી લોકસભાની ચૂંટણીની જાહેરાત પણ રવિવારના દિવસે જ કરવામાં આવી હતી.


આ પણ વાંચો :