1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: પટના. , મંગળવાર, 16 જૂન 2015 (12:10 IST)

બિહારમાં નીતીશ Vs મોદી યુદ્ધ, બિહારમાં મોદીના નામ અને કામ પર ચૂંટણી લડશે બીજેપી

બિહારમાં વિધાનસભા ચૂંટણીની જંગ ખૂબ રસપ્રદ થનારી છે. કારણ કે બીજેપીએ એલાન કર્યુ છે કે પાર્ટી બિહારમાં મોદીના નામ અને કામ પર ચૂંટણી લડશે. જ્યારબદ એ સ્પષ્ટ થઈ ગયુ છે કે બિહારમાં વિધાનસભાની જંગ મુખ્યમંત્રી નીતીશ કુમાર બનામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હશે. 
 
બિહારમાં સત્તાધારી જેડીયૂ અને આરજેડીમાં ગઠબંધન નક્કી થતા અને નીતીશ કુમારને સીએમ ઉમેદવાર જાહેર કર્યા પછી બીજેપીએ એલાન કર્યુ છે કે બિહાર વિધાનસભાની ચૂંટણી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડવામાં આવશે. 
 
બિહાર બીજેપીના પ્રભારી અનંત કુમારે કહ્યુ કે બીજેપી બિહાર વિધાનસભાની ચૂંટણી નરેન્દ્ર મોદીનુ નામ અને કામ પર લડશે. 
 
અનંત કુમારે કહ્યુ, "મોદીના નામ પર જ ચૂંટણી લડશે. લાલૂ-નીતીશના જંગલ રાજને ભયાનક સપનાને જનતા એકવાર ફરી નકારશે. બિહારની જનતા જંગર રાજ-2 જોવી પસંદ નહી કરે." 
 
બિહારમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વિધાનસભા ચૂંટણી થવાની શક્યતા છે 
 
શુ બીજેપી લોકસભા જેવી જીત મેળવી શકશે ? 
 
2014ની લોકસભા ચૂંટણીમાં બીજેપી ગઠબંધને આશા કરતા ખૂબ વધુ સારુ પ્રદર્શન કર્યુ હતુ અને રાજ્યની 40માંથી 31 સીટો જીતી લીધી હતી. જ્યારે કે સત્તાધારી પાર્ટી જેડીયૂ ફક્ત બે સીટો પર સમેટાઈ ગઈ હતી. લાલૂની પાર્ટી આરજેડી પણ ફક્ત ચાર સીટો જ જીતી શકી હતી. કોંગ્રેસ 2 અને એનસીપી એક સીટ જીતી શકી હતી. 
 
બીજેપી પર લોકસભા ચૂંટણીના પ્રદર્શનને એકવાર ફરી કરી બતાવવાનો પડકાર છે તો બીજી બાજુ બે દાયકાથી રાજનીતિક દુશ્મન રહેલ લાલૂ-નીતીશે લોકસભા ચૂંટણીમાં મળેલ કરારી હારને પલટવા માટે હાથ મિલાવી લીધો છે. આરજેડી અને જેડીયૂમાં ગઠબંધન થઈ ગયુ અને માનવામાં આવી રહ્યુ છે કે આ ગઠબંધનમાં કોંગ્રેસ અને બીજી નાની પાર્ટીઓ આવી શકે છે.