1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 12 મે 2015 (16:04 IST)

ભૂકંપના છ મોટા આંચકા, યૂપી અને બિહારમાં એક -એક વ્યક્તિનું મોત નેપાળમાં દહેશત

સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપનુ કેન્દ્ર નેપાળ-ચીન સીમા પર હતુ. ભૂકંપની તીવ્રતા 7.4 બતાવાય રહી છે.  ભૂકંપને કારણે પટનામાં દીવાલ પડવાથી એક વ્યક્તિનુ મોત થઈ ગયુ છે.  જ્યારે કે યૂપીના કુશીનગરમાં પણ એક મહિલાનુ મોત થવાના સમાચાર છે. 
 
નેપાળમાં પણ ચાર મોતના સમાચાર છે. એવુ કહેવાય રહ્યુ છે કે  નેપાળના ચારેબાજુ વિસ્તારમાં ચાર લોકોની મોત થઈ ગયુ છે. અનેક ઈમારતો પડવાના પણ સમાચાર છે. ભૂકંપને કારણે કાઠમાંડુ એયરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યુ છે. 
 
ઉત્તરપ્રદેશમાં મુરાદાબાદ, મેરઠ, અલીગઢ, કાનપુર, ઈલાહાબાદ બરેલી વગેરે સ્થાનો પર પણ ઝડપી આંચકા અનુભવાયા છે. 
 
બિહારમાં ભૂકંપના આંચકા સહરસા, મઘેપુરા, કટિહાર, પૂર્ણિયા, ભાગલપુર સીતામઢી દરભંગા મુફ્ફરપુર વગેરે સ્થાનો પર ખૂબ ઝડપથી અનુભવાયા અને તરત જ લોકોમાં દહેશત ફેલાય ગઈ. 
 
સમાચાર મુજબ ભૂકંપનુ એપીસેંટર જમીનથી 18 કિલોમીટર નીચે હતુ. લોકો ઘરની બહાર નીકળી ગયા અને પાર્ક વગેરેમાં પહોંચી ગયા. 
 
ઉત્તરપ્રદેશના હાલ - ઉત્તર પ્રદેશમાં આવેલ ભૂકંપના આંચકાથી અફરાતફરી મચી ગઈ અને દહેશતમાં લોકિઓ ઘરથી બહાર નીકળી ગયા. વારાણસી, ગોરખપુર, ફૈજાબાદ, હરદોઈ, ભદોહી,  ઉન્નવ, કાનપુર,  બસ્તી અમરોહા સહિત સૂબાના બધા જીલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા. 
 
આ પહેલા ગત 25 અને 26 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશના બધા જીલ્લામાં જોરદાર ભૂકંપ આવ્યો હતો જેનાથી 17 લોકોનુ મોત થઈ ગયુ હતુ અને 50થી વધુ ઘાયલ થયા હતા. 
 
બિહારની હાલત 
 
બિહારમાં પણ ભૂકંપના તેજ ઝટકા અનુભવાયા. પહેલો ઝટકો બપોરે 12.37 મિનિટ પર અનુભવાયો. આ ઝટકો ખૂબ ઝડપી હતો અને લગભગ એક મિનિટથી વધુ સમય સુધી રહ્યો. તેના 30 મિનિટ પછી બીજો ઝટકો અનુભવાયો. આ અપેક્ષાકૃત ધીરો હતો અને થોડા સમય માટે હતો.  આંચકો લાગતા જ લોકો ઘર અને ઓફિસની બહાર નીકળી ગયા. હોસ્પિટલોમાંથી દર્દીઓ બહાર નીકળી ગયા.  સ્ટેશન પર પણ ભગદડ મચી ગઈ. 
આજે સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા આવ્યા છે. આ વખતે સૌથી વધુ 7.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં છે.  દિલ્હી-એનસીઆર. છત્તીસગઢ, યૂપી બિહાર અને પટનામાં ભૂકંપના આંચકા. આવ્યા છે. ચંડીગઢ, ભોપાલ, ઝારખંડમાં પણ વધુ તીવ્રતાવાળા ભૂકંપના આંચકા આવ્યા છે. 
 
દિલ્હી એનસીઆરમાં લોકો ઘર અને ઓફિસમાંથી બહાર રસ્તા પર આવી ગયા છે. લોકોમાં એક દહેશત છવાય ગઈ છે.  ભૂકંપનો આંચકો 12 વાગીને 38 મિનિટ પર આવ્યો. 


ભૂકંપના કારણે દિલ્હી અને કલકત્તામાં મેટ્રો ટ્રેનો રોકવામાં આવી 
 
સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના તેજ આંચકા આવ્યા છે. બિહાર ઝારખંડ સહિત દિલ્હી એનસીઆરમાં ભૂકંપના ઝટકા પટણમાં ભૂકંપના તેજ આંચકા અનુભવાયા. 12 વાગીને 38 મિનિટ પર ભૂકંપના ઝટકા આવ્યા. નેપાળમાં પણ ભકંપના તેજ આંચકા અનુભવાયા.  ભૂકંપનુ કેન્દ્ર નેપાળના કોડારીમાં જ બતાવાય રહ્યુ છે.  રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.1 રહી. અત્યાર સુધી ક્યાકથી પણ  કોઈ પ્રકારના નુકશાનના સમાચાર નથી.  
 
ભૂકંપનુ કેન્દ્ર નેપાળન કોડારીમાં છે અને તેની તીવ્રતા રોયટર્સ મુજબ 7.4 રહી. જમીનની અંદર 19 કિલોમીટરની ગહેરાઈ ભૂકંપની છે. 
 
દિલ્હીના કનૉટ પ્લેસના હર્ષ ભવનમા ઓબીસી બેંકમાં આગ લાગી/ દમકલની 15 ગાડી ઘટના સ્થળ પર છે.