મુંબઈના ઈંડસ્ટ્રિયલિસ્ટના ફ્લેટમાં લાગી આગ..2ના મોત, 11ને બચાવાયા..
અહીના કફ પરેડ વિસ્તારનામાં બનેલ મેકર ટાવરના 20માં માળ પર મંગળવારે સવારે આગ લાગી ગઈ. બે લોકોના મોત થઈ ગયા છે જ્યારે કે બે ની હાલત ગંભીર બતાવી છે. ઘાયલોને સેંટ જોર્જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ફ્લેટ નંબર 201 અને 211થી કુલ 14 લોકોને બચાવાયા છે. આ ટાવરમાં બજાજ ઈલેક્ટ્રોનિક્સના એમડી શેખર બજાજનુ ઘર છે. તેમના ઘરના બધા મેંબર સેફ બતાવ્યા છે. ફાયર બ્રિગેડે બે કલાક પછી આગ પર કાબૂ મેળવ્યો. આગનુ કારણ શોર્ટ સર્કિટ બતાવ્યુ છે.
આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ 10 વાહનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયુ હતુ અને તેને કાબુમાં લીધી હતી. ફાયર બ્રિગેડના સુત્રોના કહેવા મુજબ આજે સવારે 6.30 કલાકે આગ લાગી હતી. આગ પહેલા 20માં માળે લાગી હતી. સર્વન્ટ કવાટરમાં બે લોકોના મોત થયા હતા. બાકીના લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. 11 લોકો મામુલીરૂપે ઘાયલ થયા છે. ચીફ ફાયર ઓફિસરના કહેવા મુજબ આગનુ કારણ જાણી શકાયુ નથી. અમે પહોંચ્યા તે પહેલા જ બે લોકોના મોત થયા હતા. બાળકો અને મહિલાઓ સહિત 11 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા
